લાંબી રજા બાદ મે મહિનાનો પહેલો જ કારોબારી દિવસ ભારતીય શૅર બજાર માટે શાનદાર રહ્યો. ઈન્વેસ્ટરોની ખરીદી થકી બજાર તેજી સાથે બંધ થયું.
પ્રતીકાત્મક તસવીર
લાંબી રજા બાદ મે મહિનાનો પહેલો જ કારોબારી દિવસ ભારતીય શૅર બજાર માટે શાનદાર રહ્યો. ઈન્વેસ્ટરોની ખરીદી થકી બજાર તેજી સાથે બંધ થયું. આજનો વેપાર પૂરો થતા બીએસઈ સેન્સેક્સ (Sensex) 242 અંકના ઉછાળા સાથે 62,353 તો નેશનલ સ્ટૉક એક્સચેન્જનું નિફ્ટી 82 અંકના ઉછાળા સાથે 18,147 અંક પર બંધ થયું.
સેક્ટરની સ્થિતિ
આજના ટ્રેડમાં બેન્કિંગ, આઈટી, ઑટો, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને ઑઈલ એન્ડ ગેસ સેક્ટરના શૅર શાનદાર તેજી સાથે બંધ થયા. મિડકૅપ અને સ્મૉલ કેપ શૅરમાં પણ જબરજસ્ત ખરીદી જોવા મળી. નિફ્ટી મિડકૅપ 0.97 ટકા એટલે કે 307 અંકના ઉછાળા સાથે બંધ થયું છે. સેન્સેક્સના 30 શૅરમાં 16 શૅર તેજીમાં અને 14 શૅર મંદી સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શૅરમાંથી 31 શૅર તેજી સાથે અને 19 શૅર ઘટાડા સાથે બંધ થયા. રેલવે સ્ટૉક્સમાં આજના ટ્રેડમાં શાનદાર તેજી જોવા મળી.
ADVERTISEMENT
ચડનારા શૅર
આજના ટ્રેડમાં ટેક મહિન્દ્રા 2.92 ટકા, એનટીપીસી 2.556 ટકા, તાતા સ્ટીલ 2.22 ટકા, મારુતિ સુઝુકી 2.14 ટકા, ઈન્ફોસિસ 2 ટકા, પાવર ગ્રિડ 1.37 ટકા, એક્સિસ બેન્ક 1.23 ટકા, રિલાયન્સ 0.86 ટકા, ટાઈટન કંપની 0.86 ટકા વિપ્રો 0.83 ટકાની તેજી સાથે બંધ થયા.
ઘટાડો થયેલા શૅર
ઘટાડો થયેલા શૅર પર નજર નાખીએ તો સન ફાર્મા 1.45 ટકા, અલ્ટ્રાટેક સીમેન્ટ 1.28 ટકા, ભારતી ઍરટેલ 1.11 ટકા, ટાટા મોટર્સ 1.01 ટકા, કોટક મહિન્દ્રા 0.89 ટકા, બજાજ ફાઇનાન્સ 0.51 ટકાના ઘટાડા સાથે બંધ થયું છે.
આ પણ વાંચો : સરકારે ખાદ્ય પદાર્થના લેબલિંગ અને ડિસ્પ્લેના નિયમોમાં સુધારો કર્યો
ઈન્વેસ્ટર્સની સંપત્તિમાં મોટો ઉછાળો
શૅર બજારમાં શાનદાર તેજીને કારણે ઈન્વેસ્ટરોની સંપત્તિમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન વધીને 271.82 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે જે આ પહેલા ટ્રેડિંગ સત્રમાં 271.71 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું.