ડૉલરની માગ વધશે અને શૅરબજાર તૂટશે તો રૂપિયો ૮૩ સુધી જઈ શકે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
રૂપિયામાં નરમાઈ યથાવત્ છે. ફૉરેન બૅન્કો અને ઑઇલ કંપનીઓ દ્વારા ડૉલરની ડિમાન્ડ વધી હોવાથી અને વૈશ્વિક અનિશ્ચિતતાભર્યા વાતાવારણ વચ્ચે રૂપિયામાં વધુ ૧૧ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.
રૂપિયો ડૉલર સામે બુધવારે ૮૨.૩૧ પર ખૂલ્યો હતો અને એક તબક્કે નબળો પડીને ૮૨.૬૧ સુધી પહોંચ્યા બાદ દિવસના અંતે ૮૨.૬૦ની સપાટી જોવા મળી હતી જે અગલા દિવસે ૮૨.૪૯ પર બંધ રહ્યો હતો. આમ ૧૧ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ફૉરેક્સ ડીલરોનું કહેવું છે કે ફૉરેન બૅન્કો દ્વારા ડૉલરની ડિમાન્ડ વધી છે. શૅરબજારમાં પણ ઘટાડાની ચાલ યથાવત્ હોવાથી ફૉરેન ફન્ડોનું નવું ભંડોળ આવતું નથી. ડૉલર ઇન્ડેક્સ વિશ્વની મુખ્ય છ કરન્સી સામે ૧૦૪.૧૩ની સપાટી પર પહોંચ્યો હતો. ડૉલરનો પુરવઠો જો વધશે નહીં તો રૂપિયો ૮૩ના લેવલ સુધી પહોંચે એવી પણ સંભાવના નકારી શકાય એમ નથી.