મંગળવારે રૂપિયો ડૉલર સામે દિવસના અંતે ૩૬ પૈસા નબળો પડ્યો હતો
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
સિલિકૉન વૅલી બૅન્ક કાચી પડ્યા બાદ રૂપિયામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતીય શૅરબજારમાં ઘટાડાની ચાલ અને વિદેશી ફન્ડોની વેચવાલી સતત વધી રહી હોવાથી રૂપિયામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે રૂપિયો ડૉલર સામે દિવસના અંતે ૩૬ પૈસા નબળો પડ્યો હતો. ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૨૮ પર ખૂલ્યો હતો અને એક તબક્કે વધુ નબળો પડીને ૮૨.૫૦૭૫ સુધી પહોંચ્યા બાદ ૮૨.૪૯ની સપાટી પર બંધ રહ્યો, જે અગાઉ ૮૨.૧૩૨૫ પર બંધ રહ્યો હતો.