દિવસ દરમ્યાન ૩૫ પૈસા જેવી વધ-ઘટ હતી,
પ્રતીકાત્મક તસવીર
ક્રૂડ તેલના ભાવમાં સુધારાને પગલે ભારતીય રૂપિયામાં સરેરાશ સુધારો અટક્યો હતો અને શુક્રવારે રૂપિયો ટકેલો રહ્યો હતો. દિવસ દરમ્યાન ૩૫ પૈસા જેવી વધ-ઘટ હતી, પરંતુ છેલ્લે રૂપિયો સ્ટેબલ બંધ રહ્યો હતો.
ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૬૪ પર ખૂલ્યો હતો અને એક તબક્કે મજબૂત બનીને ૮૨.૩૫ સુધી પહોંચીને દિવસના અંતે ૮૨.૫૧ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૮૨.૫૨ પર બંધ રહ્યો હતો. આમ માત્ર એક પૈસાનો સુધારો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ફૉરેક્સ ડિલરોએ જણાવ્યું હતું કે રશિયા દ્વારા ક્રૂડ તેલના ઉત્પાદનમાં કાપ મૂકવાની જાહેરાત કરવામાં આવી હોવાથી ક્રૂડ તેલના ભાવ ઊંચકાયા હતા, જેની અસરે રૂપિયામાં સુધારો અટક્યો હતો. બ્રેન્ટ વધીને ૮૬ ડૉલરની સપાટીને પાર કરી ગયો હતો, જેને પગલે રૂપિયામાં હવે મોટી મૂવમેન્ટ દેખાતી નથી.