રૂપિયામાં આગામી દિવસોમાં વૉલેટિલિટી યથાવત્ રહેશે.
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રૂપિયામાં મજબૂતાઈ યથાવત્ હતી. ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને ડૉલર નબળો પડી રહ્યો હોવાથી રૂપિયામાં ડૉલર સામે ગુરુવારે ૨૨ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૭૭ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૫૫ સુધી મજબૂત બનીને દિવસનાં અંતે રૂપિયો ૮૨.૫૬ની સપાટી પર બંધ રહ્યો હતો. બુધવારે ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૮૧ની સપાટી પર બંધ રહ્યો હતો.
ADVERTISEMENT
ડૉલર ઇન્ડેકસ વિશ્વની મુખ્ય છ કરન્સી સામે ૧૦૪.૦૭ની સપાટી પર પહોંચ્યો હતો. ભારતીય શૅરબજારમાં પણ સરેરાશ નરમાઈ જ ન હોત તો રૂપિયામાં ૮૨ની સપાટી ચાલુ સપ્તાહમાં જોવા મળી ગઈ હોત, પંરતુ હવે સુધારો ધીમો જોવા મળી રહ્યો છે.
રૂપિયામાં આગામી દિવસોમાં વૉલેટિલિટી યથાવત્ રહેશે. શુક્રવારે રૂપિયામાં સરેરાશ ઘટાડો થાય એવી ધારણા છે અને આગામી સપ્તાહે રૂપિયામાં ૨૫થી ૫૦ પૈસાની વધઘટની સંભાવના ટેક્નિકલ ઍનૅલિસ્ટો વ્યક્ત કરી રહ્યા છે.