અમેરિકન ડૉલર બીજી મુખ્ય કરન્સી સામે નરમ પડ્યો હતો અને યુરોપનાં શૅરબજારો પણ સુધર્યાં હતાં.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રૂપિયામાં ડૉલર સામે સરેરાશ પાંચ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. ભારતીય રૂપિયો ડૉલર સામે આગામી થોડા દિવસ વૉલેટાઈલ રહે એવી સંભાવના છે. કોરોનાના કેસ વધતાં અને બીજી તરફ ક્રૂડ તેલની માગ ચીનમાં ઘટે એવી સંભાવનાની અસર પણ કરન્સી બજારમાં જોવા મળશે.
ભારતીય રૂપિયો ડૉલર સામે ગુરુવારે ૮૨.૮૧ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન એક તબક્કે સુધરીને ૮૨.૬૫ સુધી પહોંચ્યા બાદ દિવસના અંતે ૮૨.૭૭ની સપાટી પર બંધ રહ્યો હતો. રૂપિયામાં આગામી દિવસોમાં ૮૨.૫૦ સુધીની સપાટી જોવા મળે એવી સંભાવના છે. ફૉરેક્સ ડીલરો કહે છે કે ક્રૂડ તેલના ઊંચા ભાવથી રૂપિયામાં સુધારો અટકી શકે છે. અમેરિકન ડૉલર બીજી મુખ્ય કરન્સી સામે નરમ પડ્યો હતો અને યુરોપનાં શૅરબજારો પણ સુધર્યાં હતાં. અમેરિકામાં ફુગાવો નીચે આવે એવી ધારણા છે, જેની અસર પણ જોવા મળશે.