દિવસ દરમ્યાન ૮૨.૭૭૫૦ સુધી પહોંચીને દિવસના અંતે ૮૨.૭૩ પર બંધ રહ્યો હતો
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
ડૉલર ઇન્ડેક્સની મજબૂતી, ક્રૂડની તેજી અને શૅરબજારમાં ઘટાડા વચ્ચે રૂપિયામાં સપ્તાહની શરૂઆતે નરમાઈનો ટોન જોવા મળ્યો હતો અને રૂપિયો ડૉલર સામે દિવસના અંતે ૨૨ પૈસા જેટલો નબળો પડ્યો હતો.
ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૭૦ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૭૭૫૦ સુધી પહોંચીને દિવસના અંતે ૮૨.૭૩ પર બંધ રહ્યો હતો, જે ગયા શુક્રવારે ૮૨.૫૧ પર બંધ રહ્યો હતો. આમ રૂપિયામાં ૨૨ પૈસાનો ઘટાડો થયો હતો.
ADVERTISEMENT
ડૉલર ઇન્ડેક્સ વિશ્વની મુખ્ય ૬ દેશોની કરન્સી સામે નબળો પડીને ૧૦૩.૭૨ હતો, જે શુક્રવારે ૧૦૩.૩૦ હતો. સેન્સેક્સમાં સોમવારે ૨૫૦ પૉઇન્ટનો ઉછાળો આવ્યો હતો, જેની અસરે ભારતીય રૂપિયામાં ઘટાડો હતો. ક્રૂડ આયાતકારો દ્વારા ડૉલરની માગ વધી હોવાથી એની અસર પણ હતી.