રૂપિયો ડૉલર સામે ૮૨.૪૭ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૩૩ આસપાસ પહોંચીને ૮૩.૩૪૨૫ પર બંધ રહ્યો હતો.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઓપેક દ્વારા ક્રૂડ તેલના ઉત્પાદનમાં કાપ મૂકવાની જાહેરાત કરતાં ક્રૂડ તેલના ભાવમાં ઝડપી તેજી આવી હોવાથી ભારતીય રૂપિયો ડૉલર સામે નબળો પડ્યો હતો. રૂપિયો ડૉલર સામે નવા નાણાકીય વર્ષના પહેલા ટ્રેડિંગ સેશનમાં ૧૭ પૈસા જેટલો નબળો પડ્યો હતો. રૂપિયો ડૉલર સામે ૮૨.૪૭ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૩૩ આસપાસ પહોંચીને ૮૩.૩૪૨૫ પર બંધ રહ્યો હતો. રૂપિયો ગયા વીકમાં ૮૨.૧૭ પર બંધ રહ્યો હતો. ૧૬.૭૫ પૈસાનો ઘટાડો આવ્યો છે.