બજાર સામે ચોક્કસ અનિશ્ચિતતાઓની તલવાર લટકતી હોવાનું ગણીને ચાલવું. ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો તનાવ-સંઘર્ષ મિડલ-ઈસ્ટને અસર કરી શકે, જેની અસર ગ્લોબલ બની શકે
સ્ટૉક ટ્રેન્ડ
પ્રતીકાત્મક તસવીર
શૅરબજાર હાલ ગ્લોબલ ઘટનાઓ આધારિત ચાલ ચાલી રહ્યું છે. હિંડનબર્ગના રિપોર્ટને કારણે હાલ તો બજારની બૅન્ડ વાગી નહીં, પરંતુ બજાર સામે ચોક્કસ અનિશ્ચિતતાઓની તલવાર લટકતી હોવાનું ગણીને ચાલવું. ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો તનાવ-સંઘર્ષ મિડલ-ઈસ્ટને અસર કરી શકે, જેની અસર ગ્લોબલ બની શકે. જો કોઈ પણ કારણોસર કરેક્શન સતત ચાલે તો એને ખરીદીની તક બનાવી શકાય, માર્કેટમાં વધઘટ ચાલ્યા કરશે. બાકી શુક્રવારનો ઉછાળો અમેરિકાનાં પરિબળોને આભારી હતો