જાણીતા અર્થશાસ્ત્રી અને નીતિ આયોગના ભૂતપૂર્વ વાઇસ ચૅરમૅનનું નિવેદન
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયા જણાવ્યું હતું કે ભારત ઉચ્ચ વૃદ્ધિના માર્ગ પર પાછા ફરવાના આરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશ ૨૦૨૭-’૨૮ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.
હાલમાં ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે એથી એ વધુ પાંચ વર્ષ છે. આપણે પહેલેથી જ ૨૦૨૩ (વર્ષ)માં છીએ એથી ૨૦૨૭-’૨૮માં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવી જોઈએ એમ કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રોફેસર અને નીતિ આયોગના ભૂતપૂર્વ વાઇસ ચૅરમૅન પનગઢિયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.
ADVERTISEMENT
બજેટના એક દિવસ પહેલાં સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં ૨૦૨૩-’૨૪માં ભારતની જીડીપી વૃદ્ધિ ૬.૫ ટકા રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી.
ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડના વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલુક અપડેટમાં મંગળવારે જણાવ્યું હતું કે ભારતમાં વૃદ્ધિ ૨૦૨૨માં ૬.૮ ટકાથી ઘટીને ૨૦૨૩માં ૬.૧ ટકા થવાની તૈયારીમાં છે, જે ૨૦૨૪માં ૬.૮ ટકા સુધી પહોંચશે.
ગયા અઠવાડિયે યુએને એના ફ્લૅગશિપ વર્લ્ડ ઇકૉનૉમિક સિચુએશન ઍન્ડ પ્રોસ્પેક્ટસ ૨૦૨૩ રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભારત ૨૦૨૪માં ૬.૭ ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે, જે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે.