આ નિવેદન દક્ષિણ કોરિયાના પ્રતિનિધિ તરફથી આવ્યું છે, જે ભારતમાં બેદિવસીય G20 ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ આર્કિટેક્ચર વર્કિંગ ગ્રુપની બેઠકના ઉદ્ઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
દક્ષિણ કોરિયાએ કહ્યું કે ભારત નિર્વિવાદપણે વૈશ્વિક પાવરહાઉસ છે અને G20ની ભારતીય પ્રેસિડન્સી એની સંભવિતતાને બહાર કાઢશે અને સભ્યોની આંતરદૃષ્ટિ અને પ્રતિસાદ પર ધ્યાન આપશે અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં યોગદાન આપશે.
આ નિવેદન દક્ષિણ કોરિયાના પ્રતિનિધિ તરફથી આવ્યું છે, જે ભારતમાં બેદિવસીય G20 ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ આર્કિટેક્ચર વર્કિંગ ગ્રુપની બેઠકના ઉદ્ઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા.
મીટિંગ દરમ્યાનની ચર્ચાઓનું સંચાલન નાણામંત્રાલય અને ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે અને ફ્રાન્સ અને દક્ષિણ કોરિયા જેઓ ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ આર્કિટેક્ચર વર્કિંગ ગ્રુપના સહ-અધ્યક્ષ છે. આ દેશની છાપ એ છે કે ભારત નિર્વિવાદપણે એક વૈશ્વિક પાવરહાઉસ છે, જે માત્ર આર્થિક માપદંડો અને વસ્તી દ્વારા જ નહીં, પરંતુ જાણીતી ફિલ્મો, ભોજન, ઇતિહાસ અને પ્રખ્યાત હસ્તીઓથી સજ્જ સૉફ્ટ પાવર પણ છે, એમ બ્યુંગસિક જંગ, દક્ષિણ કોરિયાના પ્રતિનિધિએ ઉદ્ઘાટન સમયે જણાવ્યું હતું. તેમણે આ વર્ષે G20 પ્રમુખપદની સફળતા વિશે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.