Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > દેશમાંથી તેલીબિયાં ખોળની નિકાસ ફેબ્રુઆરીમાં ૧૫૨ ટકા વધી

દેશમાંથી તેલીબિયાં ખોળની નિકાસ ફેબ્રુઆરીમાં ૧૫૨ ટકા વધી

Published : 21 March, 2023 05:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એપ્રિલથી ફેબ્રુઆરીની કુલ નિકાસમાં ૭૭ ટકાનો વધારો જોવા મળ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાંથી તેલીબિયાં ખોળની નિકાસમાં જબ્બર વધારો જોવા મળી રહ્યો છે. તેલીબિયાં ખોળની નિકાસ  ફેબ્રુઆરીમાં આગલા મહિનાની તુલનાએ સ્ટેબલ છે, પંરતુ ગયા વર્ષની તુલનાએ ૧૫૨ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને સોયા ખોળની નિકાસ વધતાં કુલ નિકાસ વધી છે.


સૉલ્વન્ટ એક્સટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના આંકડાઓ પ્રમાણે દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન એટલે કે ૧૧ મહિનાની કુલ નિકાસ ૩૭.૬૯ લાખ ટનની થઈ છે જે ગયા વર્ષે ૨૧.૩૨ લાખ ટનની હતી. આમ ખોળની કુલ નિકાસમાં ૭૭ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.



સોયાબીનના ભાવ એપ્રિલ ૨૦૨૨માં ૭૬૪૦ રૂપિયા હતા જે હાલ ઘટીને ૫૨૦૦ રૂપિયાની નીચી સપાટી પર આવી ગયા હોવાથી સોયા ખોળમાં નિકાસ પેરિટે બેસી રહી છે જેને પગલે ખોળની નિકાસ વધી હતી. ભારતીય સોયા ખોળના ભાવ અત્યારે ૫૬૦ ડૉલર પ્રતિ ટન છે, જેની તુલનાએ આર્જેન્ટિનાના ખોળના ભાવ ૬૦૮ ડૉલર પ્રતિ ટન ક્વોટ થાય છે. વળી ભારતીય ખોળ નૉન જીએમઓ હોવાથી એનો પણ ભારતને ફાયદો મળે છે જેને પગલે નિકાસ-વેપારો વધ્યા છે.


દેશમાંથી ફેબ્રુઆરી મહિનામાં તેલીબિયાં ખોળની કુલ નિકાસ ૪.૭૧ લાખ ટનની થઈ હતી જે જાન્યુઆરીમાં ૪.૭૨ લાખ ટનની હતી, આમ નજીવો ઘટાડો થયો છે. સોયા ખોળની નિકાસ ૧૦૯ ટકા વધીને ૨.૩૦ લાખ ટનની થઈ છે જે આગલા મહિને ૧.૧૦ લાખ ટનની થઈ હતી. ફેબ્રુઆરીમાં એ સિવાય તમામ ખોળની નિકાસ આગલા માહિના કરતાં ઘટી છે. રાયડા ખોળની નિકાસમાં  ૪૧ ટકાનો ઘટાડો થઈને ૧.૪૧ લાખ ટનની નિકાસ થઈ છે, જ્યારે એરંડા ખોળની નિકાસ ૨૪ ટકા ઘટીને ૩૦ હજાર ટનની થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2023 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK