ર્વે મુજબ પીપીપી (પર્ચેઝિંગ પાવર પેરિટી)ના સંદર્ભમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકૉનૉમી છે અને એક્સચેન્જ રેટના મામલામાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
ઇકૉનૉમિક સર્વે
નિર્મલા સીતારમણ
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા મંગળવારે સંસદમાં ઇકૉનૉમિક સર્વે-આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રી-બજેટ ઇકૉનૉમિક સર્વેમાં જણાવાયું છે કે ભારતનો આર્થિક વિકાસ નાણાકીય વર્ષ ૨૩માં અંદાજિત સાત ટકાથી ધીમો પડીને આગામી નાણાકીય વર્ષમાં ૬થી ૬.૮ ટકા રહેવાનો અંદાજ છે, પરંતુ દેશ સૌથી ઝડપથી વૃદ્ધિ પામતો મોટો દેશ બની રહેશે, કારણ કે વિશ્વના પડકારોના અસાધારણ સમૂહનો સામનો કરવામાં એણે સારી કામગીરી બજાવી છે.
આર્થિક સર્વે મુજબ આગામી વર્ષનો ગ્રોથરેટ છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી નીચો દર રહેશે. સર્વેમાં આગામી વર્ષ માટેનો નૉમિનલ જીડીપીનો અંદાજ ૧૧ ટકા મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે. સર્વે મુજબ પીપીપી (પર્ચેઝિંગ પાવર પેરિટી)ના સંદર્ભમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકૉનૉમી છે અને એક્સચેન્જ રેટના મામલામાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
સર્વે કહે છે કે ગ્રોથ સંકેત આપે છે કે ફુગાવો ખૂબ ચિંતાજનક ન હોઈ શકે, ઉધાર ખર્ચ ‘લાંબા સમય સુધી ઊંચો’ રહેવાની શક્યતા છે, કારણ કે એક બંધાયેલ ફુગાવો કડક ચક્રને લંબાવી શકે છે. રોગચાળામાંથી ભારતની પુનઃપ્રાપ્તિ પ્રમાણમાં ઝડપી હતી, નક્કર સ્થાનિક માગ દ્વારા વૃદ્ધિને ટેકો મળશે, મૂડી રોકાણમાં તેજી આવશે એમ સર્વેએ જણાવ્યું હતું; પરંતુ યુએસ ફેડ દ્વારા વ્યાજના દરમાં વધુ વધારાની સંભાવના સાથે રૂપિયા સામેના પડકારને પ્રકાશિત કર્યો હતો.
ચાલુ ખાતાની ખાધ અથવા સીએડી વધવાનું ચાલુ રાખી શકે છે, કારણ કે વૈશ્વિક કૉમોડિટીના ભાવમાં વધારો રહે છે. જો સીએડી વધુ વિસ્તરે તો રૂપિયો અવમૂલ્યનના દબાણ હેઠળ આવી શકે છે એમ કહીને તેણે ઉમેર્યું હતું કે એકંદર બાહ્ય પરિસ્થિતિ મૅનેજેબલ રહેશે.