મે મહિનામાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ ૩૯.૯૪ એમબીપીએસની થઈ
પ્રતીકાત્મક તસવીર
ઓકલા સ્પીડટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સ અનુસાર મે મહિનામાં ભારતે મોબાઇલ સ્પીડમાં વૈશ્વિક સ્તરે ત્રણ ક્રમ ચઢીને ૫૬મું સ્થાન મેળવ્યું હતું, જે અગાઉના મહિનામાં ૫૯મું હતું.
ભારતમાં સરેરાશ મોબાઇલ ડાઉનલોડ સ્પીડ મે મહિનામાં વધીને ૩૯.૯૪ એમબીપીએસ થઈ ગઈ છે, જે એપ્રિલમાં ૩૬.૭૮ એમબીપીએસ હતી.
ઓકલાનો સ્પીડટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સ સમગ્ર વિશ્વમાંથી મોબાઇલ અને ફિક્સ્ડ બ્રૉડબેન્ડ સ્પીડને દર મહિને રૅન્ક આપે છે.
સ્પીડટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સના અહેવાલ મુજબ, મે મહિનામાં ભારતે વૈશ્વિક સ્તરે સરેરાશ મોબાઇલ ઝડપમાં ત્રણ ક્રમ ઉપર ચઢી, એકંદર વૈશ્વિક મધ્ય મોબાઇલ ગતિમાં સતત સુધારો કર્યો.
મધ્યમ નિશ્ચિત બ્રૉડબેન્ડ સ્પીડ પર, ભારત વૈશ્વિક રૅન્કિંગમાં એપ્રિલમાં ૮૩થી મે મહિનામાં ૮૪માં એક સ્થાન નીચે આવી ગયું છે એમ ઓકલાએ જણાવ્યું હતું.