૧૦૦ ટન ગોલ્ડ પાછું લાવ્યા બાદ હવે ભારત અને વિદેશ બન્ને રિઝર્વમાં ૫૦ ટકા ગોલ્ડ છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હજી ગઈ કાલે જ ઇંગ્લૅન્ડની બૅન્કમાંથી ૧૦૦ ટન સોનું ભારતમાં પાછું આવી રહ્યું છે એવા સમાચારે લોકોમાં કુતૂહલ જગાવ્યું હશે કે ભારત પાસે કેટલું સોનું છે? અને વિશ્વમાં બીજા દેશોની સાપેક્ષે ભારતની સ્થિતિ શું છે? ચાલો આજે એ જાણીએ.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ યુનાઇટેડ કિંગડમથી ૧૦૦ ટન ગોલ્ડ રિઝર્વને દેશમાં ટ્રાન્સફર કરવાની શરૂઆત કરી છે. ૧૯૯૧ બાદ પહેલી વાર ઓવરસીઝ ગોલ્ડનો એક ભાગ દેશમાં પાછો આવી રહ્યો છે. આ પહેલાં RBI પાસે લગભગ ૫૦૦ ટન સોનું વિદેશમાં અને ૩૦૦ ટન સોનું ભારતમાં હતું. ૧૦૦ ટન ગોલ્ડ પાછું લાવ્યા બાદ હવે ભારત અને વિદેશ બન્ને રિઝર્વમાં ૫૦ ટકા ગોલ્ડ છે. ૨૦૨૪ના પહેલા ક્વૉર્ટરમાં સૌથી વધુ ગોલ્ડ ધરાવતા ટૉપ-10 દેશોની યાદી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે બહાર પાડી છે જેમાં અમેરિકા સૌથી મોખરે છે.
ADVERTISEMENT
સોનાનો ખજાનો ધરાવતા ટૉપ-૧૦ દેશોની યાદી
૧. અમેરિકાઃ ૮૧૩૩.૪૬ ટન ગોલ્ડ
૨. જર્મની : ૩૩૫૨.૬૫ ટન
૩. ઇટલીઃ ૨૪૫૧.૮૪ ટન
૪. ફ્રાન્સઃ ૨૪૩૬.૮૮ ટન
૫. રશિયાઃ ૨૩૩૨.૭૪ ટન
૬. ચીનઃ ૨૨૬૨.૪૫ ટન
૭. સ્વિટ્ઝરલૅન્ડઃ ૧૦૪૦ ટન
૮. જપાનઃ ૮૪૫.૯૭ ટન
૯. ભારતઃ ૮૨૨.૦૯ ટન
૧૦. નેધરલૅન્ડ્સઃ ૬૧૨.૪૫ ટન