તમારાં રોકાણ પોર્ટફોલિયોમાં, તમારા વ્યવસાયમાં તેમ જ વૈશ્વિક પુરવઠામાં ભારત તમારો વિશ્વાસપાત્ર ભાગીદાર બની શકે છે.
પીયૂષ ગોયલ ફાઇલ તસવીર
વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત આજે તકોની ભૂમિ છે અને વૈશ્વિક તથા અમેરિકન કૉર્પોરેશનો માટે એમની સપ્લાય ચેઇન અને રોકાણ પોર્ટફોલિયોમાં વિશ્વાસપાત્ર ભાગીદાર બની શકે છે.
તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશ ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, કારણ કે પરિવર્તનશીલ સુધારા અને યુવા વસ્તી ભવિષ્યના વિકાસને આગળ ધપાવે છે.
ADVERTISEMENT
હું તમને બધાને વિનંતી કરીશ કે આ સંદેશને વિશ્વમાં અને અમેરિકનો તથા અમેરિકન કૉર્પોરેશનો તેમ જ પ્રભાવના ક્ષેત્રમાં લઈ જાઓ કે તમારામાંના દરેક પાસે છે કે ભારત એ સ્થાને છે. તમારાં રોકાણ પોર્ટફોલિયોમાં, તમારા વ્યવસાયમાં તેમ જ વૈશ્વિક પુરવઠામાં ભારત તમારો વિશ્વાસપાત્ર ભાગીદાર બની શકે છે. ગોયલે અમેરિકામાં ડાયાસ્પોરા અને ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યોને સંબોધિત કરતાં કહ્યું.
ગોયલ ૧૧ જાન્યુઆરી સુધી સત્તાવાર મુલાકાતે રવિવારે ન્યુ યૉર્ક પહોંચ્યા હતા અને આ દરમ્યાન તેઓ વૉશિંગ્ટન ડીસી પણ જશે.
મુલાકાતના પ્રથમ તબક્કામાં તેઓ બહુરાષ્ટ્રીય સાહસોના સીઈઓ સાથે વાર્તાલાપ કરશે, બિઝનેસ લીડર્સ અને થિન્ક ટૅન્ક સાથે રાઉન્ડ ટેબલ મીટિંગમાં જોડાશે અને ન્યુ યૉર્કમાં ઉદ્યોગોની મુલાકાત લેશે.
તેઓ ૧૧ જાન્યુઆરીએ વૉશિંગ્ટનમાં ૧૩મી ટ્રેડ પૉલિસી ફોરમની બેઠકમાં ભાગ લેશે અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઍમ્બૅસૅડર કૅથરિન તાઇ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.