Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રૂના ઉત્પાદનનો અંદાજ વધુ ૧૦ લાખ ગાંસડી ઘટાડાયો

રૂના ઉત્પાદનનો અંદાજ વધુ ૧૦ લાખ ગાંસડી ઘટાડાયો

Published : 21 April, 2023 03:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લી સીઝનમાં રૂનું કુલ ઉત્પાદન ૩૦૭.૦૫ લાખ ગાંસડી રહેવાનો અંદાજ હતો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


દેશમાં રૂની સીઝન જેમ-જેમ પૂરી થવા આવે છે એમ ઉત્પાદનના અંદાજ સતત ઘટતા જાય છે. ચાલુ મહિને રૂના ઉત્પાદનના અંદાજમાં દેશની અગ્રણી કૉટન સંસ્થા કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ એકસાથે ૧૦ લાખ ગાંસડીનો ઘટાડો કરી દીધો છે. કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ બુધવારે મહારાષ્ટ્ર, તેલંગણ, પંજાબ અને આંધ્ર પ્રદેશમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા હોવાથી ઑક્ટોબરથી શરૂ થતત ૨૦૨૨-’૨૩ની સીઝન માટે એના કપાસના પાકના અંદાજમાં ૧૦ લાખ ગાંસડીનો ઘટાડો કરીને ૩૦૩ લાખ ગાંસડી કરી દીધો છે. અસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લી સીઝનમાં રૂનું કુલ ઉત્પાદન ૩૦૭.૦૫ લાખ ગાંસડી રહેવાનો અંદાજ હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2023 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK