ઇન્ટરનૅશનલ એનર્જી એજન્સીના મતે આ નિર્ણય વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમી
પ્રતીકાત્મક તસવીર
ઇન્ટરનૅશનલ એનર્જી એજન્સીએ ઓપેક પ્લસના તેલ ઉત્પાદનમાં કાપ મૂકવાના નિર્ણયને ‘વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમી’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે એ પહેલાંથી જ ઊંચી કિંમતોને દબાણ કરી શકે છે, જેનાથી ભારત જેવાં રાષ્ટ્રો માટે ઊંચાં આયાત બિલો તરફ દોરી જશે.
પૅરિસસ્થિત એનર્જી એજન્સીના વડા ફાતિહ બિરોલે જણાવ્યું હતું કે ‘વૈશ્વિક તેલ બજારો ૨૦૨૩ના બીજા ભાગમાં પહેલેથી જ વધવા માટે તૈયાર છે, જેમાં નોંધપાત્ર પુરવઠા ખાધ ઊભરી આવવાની સંભાવના છે.