રશિયા પર આર્થિક પ્રતિબંધો બાદ બન્ને દેશની વિચારણા
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મૉસ્કો-રશિયા પર પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે ભારત અને રશિયા એકબીજાના દેશમાં રૂપે અને મીર કાર્ડને મુશ્કેલીમુક્ત ચુકવણી માટે સ્વીકારવાની શક્યતા શોધશે.
વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, તક્નિકી અને સાંસ્કૃતિક સહકાર પરની તાજેતરની ઉચ્ચ સ્તરીય આંતરિક સરકારી કમિશનની બેઠકમાં આ કાર્ડ્સને સ્વીકારવાની મંજૂરી આપવાની તક શોધવા માટે ચર્ચા કરવામાં આવી હતી અને બન્ને દેશો સંમત થયા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
રૂપે (ભારત) અને મીર કાર્ડ્સ (રશિયા)ની પરસ્પર સ્વીકૃતિ ભારતીય અને રશિયન નાગરિકોને તેમના સંબંધિત દેશોમાં ભારતીય રૂપિયા અને રશિયન રૂબલમાં મુશ્કેલીમુક્ત ચુકવણી કરવામાં મદદ કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.