આગામી સમયમાં ચીન ભારતથી કપાસ ઉપરાંત મગફળી, ધાણા, જીરું વગેરેની આયાતમાં ઘટાડો કરી શકે છે
પ્રતીકાત્મક તસવીર
લંડન સ્થિત ઍનાલિટિક્સ કંપની ઍરઇન્ફિનિટી લિમિટેડના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૧.૪ અબજ લોકોની વસ્તી ધરાવતા આ દેશમાં પરિસ્થિતિ આગામી સમયમાં બગડી શકે છે. વર્તમાન સમયમાં કોવિડની વેવને જોતાં જાન્યુઆરીમાં દૈનિક કેસની સંખ્યા વધીને ૩૭ લાખ સુધી પહોંચી શકે છે અને માર્ચમાં દૈનિક કેસની સંખ્યા વધીને ૪૨ લાખ થઈ શકે છે.
ચીનની સરકારે ઝીરો કોવિડ નીતિને પાછી ખેંચી છે એવામાં સ્થાનિક આરોગ્ય વિભાગ પરિસ્થિતિને કાબૂમાં રાખી શક્યો નથી. બુધવારે ચીનમાં ૨૯૬૬ નવા કેસ આવ્યા હતા અને ડિસેમ્બરની શરૂઆતથી અત્યાર સુધી ૧૦ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. ચીનમાં કોવિડના કુલ કેસ ૧૦ લાખને પાર જવાનો અંદાજ છે અને જો પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવામાં ચીનનો આરોગ્ય વિભાગ અસફળ રહ્યો તો દરરોજ ૫૦૦૦ લોકો જીવ ગુમાવી શકે છે, એમ એક નવા ઍનૅલિસિસમાં જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પરિણામે આગામી સમયમાં ચીન ભારતથી કપાસ ઉપરાંત મગફળી, ધાણા, જીરું વગેરેની આયાતમાં ઘટાડો કરી શકે છે.