પગારદાર-વરિષ્ઠ નાગરિકો અને ૫૦ લાખથી નીચેની આવકના વ્યાવસાયિકો રિટર્ન ફાઇલ કરી શકશે
પ્રતીકાત્મક તસવીર
આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે વ્યક્તિઓ, વ્યાવસાયિકો અને નાના વ્યવસાયો દ્વારા ફાઇલ કરાયેલ આવકવેરા રિટર્ન (આઇટીઆર) ૧ અને ૪ની ઑનલાઇન ફાઇલિંગને ઉપલબ્ધ બનાવ્યું છે.
એક ટ્વીટમાં આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે અન્ય આઇટીઆર/ફૉર્મ તૈયાર કરવા માટે સૉફ્ટવેર/યુટિલિટી ટૂંક સમયમાં સક્ષમ કરવામાં આવશે. ૨૦૨૩-’૨૪ અસેસમેન્ટ વર્ષ માટે ૧ અને ૪ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઑનલાઇન મોડમાં ફાઇલ કરવા માટે સક્ષમ છે.
ADVERTISEMENT
નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે.
આઇટીઆર-૧ પગારદાર વર્ગ અને વરિષ્ઠ નાગરિકો સહિત વ્યક્તિઓ દ્વારા ફાઇલ કરવામાં આવે છે.
આઇટીઆર-૨ એવા વ્યવસાયો અને વ્યાવસાયિકો દ્વારા ફાઇલ કરવામાં આવે છે, જેમણે અનુમાનિત કરવેરાનો વિકલ્પ પસંદ કર્યો છે અને તે વ્યક્તિઓ જેમની વાર્ષિક આવક ૫૦ લાખ રૂપિયા વધુ નથી.