બધી 8 હજાર નોટિસ હાલના અઠવાડિયામાં જ મોકલવામાં આવી છે. આગામી દિવસોમાં હજી પણ શંકાસ્પદ કેસમાં ડિપાર્ટમેન્ટ ટેક્સપેયર્સને નોટિસ મોકલી શકે છે...
પ્રતીકાત્મક તસવીર
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)એ લગભગ 8 હજાર એવા ટેક્સપેયર્સને નોટિસ મોકલી છે, જેમણે ધર્મ સંસ્થાઓ (Charitable Trusts)ને દાન આપી હતી. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને શંકા છે કે સંબંધિત ટેક્સપેયર્સે ઈનકમ છુપાવવા અને ટેક્સ ચોરી કરવા માટે ચેરિટેબલ ટ્રસ્ટ્સને ડોનેશન બતાવ્યું છે.
આ કારણે મોકલવામાં આવી નોટિસ
ઈટીના એક સમાચારમાં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના હવાલે આ માહિતી આપવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે જે ટેક્સપેયર્સને નોટિસ મોકલવામાં આવી છે, તેમના દિવારા બતાવવામાં આવેલા ડોનેશન તેમની કમાણી તેમજ ખર્ચ સાથે મેચ થતાં નથી. નોટિસ મેળવનારા ટેક્સપેયર્સમાં વેતનભોગી, પોતાનો વ્યવસાય ચલાવનારા અને કેટલીક કંપનીઓ સામેલ છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નજર તે ટેક્સ પ્રોફેશનલ્સ પર પણ છે, જેમણે સંબંધિત ટેક્સપેયર્સને આ પ્રકારના લેવડ-દેવડ કરવામાં મદદ કરી છે.
ADVERTISEMENT
બધા કેસમાં કૉમન છે આ વાત
અધિકારીએ જણાવ્યું કે જે 8 હજાર કેસમાં નોટિસ મોકલવામાં આવી છે, તેમાં કેટલીક વાતો કૉમન છે. આ કેસમાં સટીક તે જ રકમ ડોનેશનમાં બતાવવામાં આવી છે, જે ટેક્સ સ્લેબને ઓછી કરવા માટે અથવા છૂટ મેળવવા માટે જરૂરી હતી. આ સિવાય વધુ એક વાત કૉમન છે, જે અત્યાર સુધીના બધા કેસમાં ડોનેશન કૅશમાં કરવામાં આવ્યા છે. આ રીતે જ વેતન દ્વારા કમાણી પર નિર્ભર ટેક્સપેયર્સ દ્વારા ટેક્સ પેશાવરોને ખૂબ જ વધારે પેમેન્ટ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ મોકલવામાં આવી નૉટિસ
માહિતી પ્રમાણે, સંબંધિત 8 હજાર ટેક્સપેયર્સને આ નોટિસ માર્ચના માધ્યથી લઈને એપ્રિલની શરૂઆતમ દરમિયાન 3 અઠવાડિયામાં મોકલવામાં આવી છે. મોકલવામાં આવેલ નોટિસ અસેસમેન્ટ યર 2017-18 થી 2020-21 માટે છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં વધુ ટેક્સપેયર્સને આ પ્રકારની નૉટિસ મોકલી શકાય છે.
ટેક્સ ચોરીમાં મદદ કરે છે ટ્રસ્ટ
અધિકારીઓએ કહ્યું કે કંપનીઓના કેસ મોટાભાગે નાના ફર્મ્સ સાથે જોડાયેલા હોય છે. તેમને ચેરિટેબલ ટ્રસ્ટ્સને જે રકમ દાન કરી છે, તે તેમની કમાણી સાથે મેચ થતી નથી. તેમણે કહ્યું કે આ પ્રકારના કેસમાં ટ્રસ્ટ્સ એક કમીશન કાપીને બાકીની રોકડ રકમ અને દાનની રસીદ ટેક્સપેયર્સને આપી દે છે, જેથી તેમને કરચોરીમાં મદદ મળે છે.
આ પણ વાંચો : અજીત પવારના ભાજપમાં જોડાવવાની અફવામાં કેટલું સત્ય? આ મામલે નેતાએ આપી પ્રતિક્રિયા
ટ્રસ્ટ્સ પર થઈ શકે છે આ કાર્યવાહી
આ કેસ સામે આવ્યા બાદ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટ્રસ્ટ્સ પર આકરું વલણ અપનાવવાની તૈયારીમાં છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તે ટ્રસ્ટ્સની કુંડળી ચકાસી રહ્યા છે, જે ટેક્સપેયર્સને ટેક્સ ચોરી કરવામાં ડુપ્લિકેટ બિલ જાહેર કરવામાં મદદ કરે છે. અધિકારીઓએ કહ્યું કે હાલ એવા ટ્રસ્ટ્સ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પણ જો કોઈ ગરબડી જોવા મળી તો ટેક્સથી છૂટનો તેમનો દરજ્જો પૂરો કરવામાં આવી શકાય છે.