Income Tax department: ઈન્કમ ટૅક્સ વિભાગે કરદાતાઓને ઊંચા આવક દર પરના કર કાપથી બચવા માટે 31 મે સુધી તેમના પૅન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાનો આદેશ આપ્યો હતો.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નાણાકીય વર્ષ શરૂ થવાની સાથે લોકો તેમના ઇન્કમ ટૅક્સ (Income Tax department) અને ફાયનેન્શિયલ એકાઉન્ટ ક્લિયર કરવા માટે સીએની ઑફિસમાં દોડાદોડી કરે છે. ઇન્કમ ટૅક્સ બચાવવા માટે લોકો અનેક પ્રયત્નો પણ કરે છે. જોકે ઇન્કમ ટૅક્સ વિભાગ દ્વારા પર સમયસર ટૅક્સ ભરનારને અમુક સારી સવલત પણ આપવામાં આવે છે, પણ હવે ઈન્કમ ટૅક્સ વિભાગે કરદાતાઓને ફરી એક વાર પૈસા બચાવવા માટે નવો મોકો આપ્યો છે. આઇટી વિભાગે સ્પષ્ટ આદેશ જાહેર કરીને 31 મે સુધી આ મહત્ત્વનું કામ નહીં કરશો તો તમને વધુ ઈન્કમ ટૅક્સ ભરવાનો વખત આવશે. તો જાણીએ શું છે આઇટી વિભાગનો નવો આદેશ.
ઇન્કમ ટૅક્સ વિભાગ દ્વારા અનેક વખત લોકોને આ મહત્ત્વનું કામ પૂર્ણ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું તેમ છતાં હજી સુધી પણ ઘણા લોકોએ આ કામ પૂર્ણ કર્યું નથી. ઈન્કમ ટૅક્સ વિભાગે કરદાતાઓને ઊંચા આવક દર પરના કર કાપથી બચવા માટે 31 મે સુધી તેમના પૅન કાર્ડને આધાર કાર્ડ (Income Tax department) સાથે લિન્ક કરવાનો આદેશ આપ્યો હતો. ઈન્કમ ટૅક્સના નિયમો મુજબ જો કોઈના બેન્ક એકાઉન્ટના સાથે પૅન કાર્ડ અને આધાર કાર્ડ બાયોમેટ્રિક રીતે સાથે જોડાયેલ નહીં હશે તો, તમારી ઇન્કમ પર જે ટૅક્સ લાગૂ થતો હશે તેનાથી ડબલ ટૅક્સ કરદાતાઓને ભરવાનો વખત આવશે.
ADVERTISEMENT
ઈન્કમ ટેક્સ વિભાગે ચાલુ મહિનામાં એક પરિપત્ર બહાર પડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જો નાગરિકો 31 મે પહેલા તેમનું પૅન અને આધાર લિન્ક નહીં કરી દેશે તો તેમની સામે કોઈપણ કાર્યવાહી નહીં થશે. આ સાથે આઇટી વિભાગે મંગળવારે ફરીથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Income Tax department) એક્સ આ અંગે જણાવતાં કહ્યું કે નક્કી કરવામાં આવેલી આવક પર વધારે ભરવાથી બચવા માટે મહેરબાની કરીને 31 મે 2024 પહેલા તમારું પાનને આધાર કાર્ડ સાથે લિન્ક કરવો.
આઈટી વિભાગે એક બીજા ટ્વીટમાં બેન્ક, વિદેશી મુદ્રા ડીલર સહિત રિપોર્ટિંગ સંસ્થાઓને ટૅક્સ જમા નહીં કરાવાના દંડથી બચવા માટે 31 મે સુધી એસએફટી ફાઇલ કરવાનો પણ આદેશ આપ્યું છે. એસએફટી દાખલ કરવાની છેલ્લી તારીખ 31 મે 2024 છે અને આ તારીખમાં તમે એસએફટી દાખલ કરીને દંડથી બચી શકો છો.
ઈન્કમ ટેક્સ વિભાગ એસએફટી કે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા દરેક મોટા પૈસાની લેવડદેવડ પર બારીક નજર રાખે છે. રિપોર્ટિંગ સંસ્થાઓ વિદેશી મુદ્રા ડીલર, બેન્ક, ઉપ રજિસ્ટ્રાર, એનબીએફસી, પોસ્ટલ, બોન્ડ/ઋણપત્ર જારીકર્તા, મ્યૂચઅલ ફંડ ટ્રસ્ટી, લાભાંશની ચુકવણી કરનારી અથવા શેર પાછા ખરીદનારી કંપનીઓના કર અધિકારીઓ સમક્ષ એસએફટી રિટર્ન (Income Tax department) દાખલ કરવું જરૂરી છે. એસએફટી રિટર્ન ભરવામાં જો મોડુ થાય તો પ્રત્યેક ડિફોલ્ટરને એક દિવસનો 1000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે. એસએફટી દાખલ ન કરવા અથવા ખોટું વિવરણ દાખલ કરવા પર પણ આઇટી વિભાગ દંડ વસૂલ કરી કાર્યવાહી કરે છે.