Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > આ ઠરાવ પાસ થાય તો ઇલૉન મસ્ક વિશ્વના હાઇએસ્ટ પેઇડ CEO હશે

આ ઠરાવ પાસ થાય તો ઇલૉન મસ્ક વિશ્વના હાઇએસ્ટ પેઇડ CEO હશે

Published : 14 June, 2024 08:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડાઉ જૉન્સ ઇન્ડેક્સ અડધો ટકો તૂટી 38494 આસપાસ, નૅસ્ડૅક કમ્પોઝિટ અને અને એસએન્ડપી 500 ઇન્ડેક્સ મામૂલી વધ-ઘટે 17663ના 5421ના સ્તરે હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુરુવારે US બજારો નબળા ટોને ખૂલ્યાં હતાં. ડાઉ જૉન્સ ઇન્ડેક્સ અડધો ટકો તૂટી 38494 આસપાસ, નૅસ્ડૅક કમ્પોઝિટ અને અને એસએન્ડપી 500 ઇન્ડેક્સ મામૂલી વધ-ઘટે 17663ના 5421ના સ્તરે હતા. 2024માં એક રેટ-કટ અને 2025માં બીજા 4 આવા કટ્સ આવશે એવો ઇશારો ફેડરલ રિઝર્વ ચૅરમૅન જેરામ પૉવેલના નિવેદનમાંથી મળતો હતો. ટેસ્લાનો શૅર નૅસ્ડૅકમાં ૪ ટકાના સુધારાએ ૧૮૫ ડૉલર આસપાસ હતો. ટેસ્લાની ગુરુવારે રાતે આપણા સમય પ્રમાણે બે કલાકે મળનારી એજીએમમાંનો પહેલો ઠરાવ ૫૬૫ અબજ ડૉલરની કંપની ટેસ્લાનું હેડક્વૉર્ટર ડેલાવેરથી ટેક્સસ શિફ્ટ કરવાની મંજૂરીનો છે. ડેલાવેરના એક જજે મસ્કને 555.8 બિલ્યન ડૉલરનું કંપનીના બોર્ડે મંજૂર કરેલું પૅકેજ રિજેક્ટ કર્યું હતું અને એ કારણસર ઇલૉન મસ્ક હેડક્વૉર્ટર ખસેડવા માગે છે. બીજો ઠરાવ મસ્કનું આ મસમોટું પૅકેજ જે તેમને હાઇએસ્ટ પેઇડ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) બનાવી શકે એની મંજૂરી આપવાનો છે. બન્ને ઠરાવો ભારે માર્જિનથી પાસ થવાની સંભાવનાને જોતાં ઍક્સ પર ટ્વીટ કરીને મસ્કે સપોર્ટ બદલ શૅરહોલ્ડરોનો આભાર માન્યો છે.


‘ફૉર્બ્સ’ના ૧૨ જૂનના ડેટા મુજબ બાવન વર્ષના ઇલૉન મસ્કની નેટવર્થ ૨૦૯ અબજ ડૉલર છે અને તેઓ ટેસ્લા, ઍક્સ, રૉકેટ બનાવનાર સ્પેસ ઍક્સ, ટનલિંગ સ્ટાર્ટઅપ બોરિંગ કંપનીઓના માલિક છે.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2024 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK