ઇન્ડેક્સ ૫૫,૨૫૮ ખૂલીને ૫૫,૬૧૭ની ઉપલી અને ૫૪,૨૪૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર
ફેડરલ રિઝર્વના ચૅરમૅને ધિરાણના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે એવું કહ્યા બાદ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૦.૨૧ ટકા (૧૧૭ પૉઇન્ટ) ઘટીને ૫૫,૧૪૧ પૉઇન્ટ બંધ રહ્યો હતો.
ઇન્ડેક્સ ૫૫,૨૫૮ ખૂલીને ૫૫,૬૧૭ની ઉપલી અને ૫૪,૨૪૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના મોટા ભાગના કૉઇન ઘટ્યા હતા, જેમાંથી અવાલાંશ ૪.૨૯ ટકા સાથે ટોચનો ઘટનાર હતો. સોલાના, પોલકાડોટ અને કાર્ડાનોમાં ૧થી ૩ ટકાનો ઘટાડો થયો હતો. ટ્રોન, પોલીગોન, ઇથેરિયમ અને લાઇટકૉઇનમાં સાધારણ વૃદ્ધિ નોંધાઈ હતી. દરમ્યાન, અમેરિકાનાં જૅનેટ યેલેને ક્રિપ્ટોકરન્સી સંબંધિત નિયમન લાવવાનો અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે નાણાકીય તંત્રમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ઍસેટ્સને લીધે ક્રિપ્ટોકરન્સી સંબંધિત જોખમો વધ્યાં છે. બીજી બાજુ, ગોલ્ડમૅન સાક્સે કહ્યું છે કે ઉદ્યોગજગતમાં મોટી કંપનીઓ બ્લૉકચેઇન અને ડિજિટલ ઍસેટ્સનો ઉપયોગ કરી રહી હોવાથી આ ટેક્નૉલૉજી માટે ભવિષ્યમાં વિપુલ સંભાવનાઓ છે.