સરકારે ૨૦૩૦ સુધી ૩૦ ટકા કાર, ૭૦ ટકા કમર્શિયલ વેહિકલ, ૪૦ ટકા બસ અને ટૂ અને થ્રી-વ્હીલર માટે ૮૦ ટકાનો લક્ષ્યાંક રાખ્યો છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વૃદ્ધિ આગામી એક દાયકા સુધી રહેવાની શક્યતા છે. જેમાં ટૂ અને થ્રી-વ્હીલરનાં વાહનોનું વેચાણ મહત્ત્વનું રહેશે. રિપોર્ટ મુજબ લોકો ઇલેક્ટ્રિક વાહનો અપનાવશે એમાં કોઈ શંકા નથી. માત્ર ક્યારે થશે એ જ પ્રશ્ન રહ્યો છે. ઇલેક્ટ્રિક વેહિકલની ક્રાન્તિમાં ટેક્નૉલૉજી મહત્ત્વનો ભાગ ભજવે છે. પેટ્રોલમાંથી ઇલેક્ટ્રિક વેહિકલ અપનાવાયાં તો ઇલેક્ટ્રૉનિક કન્ટેન્ટ ૧૬ ટકાથી વધીને ૫૫ ટકા થઈ જાય છે. સરકારે ૨૦૩૦ સુધી ૩૦ ટકા કાર, ૭૦ ટકા કમર્શિયલ વેહિકલ, ૪૦ ટકા બસ અને ટૂ અને થ્રી-વ્હીલર માટે ૮૦ ટકાનો લક્ષ્યાંક રાખ્યો છે.