અમેરિકાની ટેક સ્ટાર્ટઅપ ધિરાણકર્તા સિલિકોન વેલી બૅન્ક શુક્રવાર, 10 માર્ચે ડૂબી ગઈ હતી. 10 માર્ચ સુધીમાં સિલિકોન વેલી બૅન્કની બ્રિટિશ પેટાકંપની પાસે £5.5 બિલિયનની લોન છે
પ્રતીકાત્મક તસવીર
HSBCએ સોમવારે જાહેરાત કરી છે કે તે સિલિકોન વેલી બૅન્ક (Silicon Valley Bank)ની યુકેની પેટાકંપની ખરીદી રહી છે. અમેરિકાની ટેક સ્ટાર્ટઅપ ધિરાણકર્તા સિલિકોન વેલી બૅન્ક શુક્રવાર, 10 માર્ચે ડૂબી ગઈ હતી. 10 માર્ચ સુધીમાં સિલિકોન વેલી બૅન્કની બ્રિટિશ પેટાકંપની પાસે £5.5 બિલિયનની લોન છે. આ સાથે બ્રિટિશ યુનિટ પાસે 6.7 બિલિયન પાઉન્ડની ગ્રાહકોની થાપણો પણ છે.
વાસ્તવમાં ૧૦૦ રૂપિયાની આ કિંમત નોશનલ (નામ માટે) એટલે કે એક તારણ જ છે. સિલિકોન વેલી બૅન્કનું સમગ્ર દેવું અને ગ્રાહકોની થાપણો સરકાર દ્વારા સમર્થિત છે. આથી HSBCએ ડીલ પછી કોઈ લોન ચૂકવવાની રહેશે નહીં.
ADVERTISEMENT
સિલિકોન વેલી બૅન્કની યુકેની પેટાકંપનીએ ડિસેમ્બર 31, 2022ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે £88 મિલિયનનો નફો નોંધાવ્યો હતો. ઉપરાંત, તેની પાસે $1.4 બિલિયનની જંગમ સંપત્તિ છે.
અધિગ્રહણ બાદ તેનો કેટલો ફાયદો થશે તેની અંતિમ ગણતરી કરવામાં આવશે. સિલિકોન વેલી બૅન્ક UK (SVB UK)ની મૂળ કંપની સિલિકોન વેલી બૅન્કની અસ્કયામતો અને જવાબદારીઓને આ સોદામાંથી બાકાત રાખવામાં આવી છે. આ સોદો તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યો છે. HSBCએ કહ્યું કે આ ડીલ હાલના સંસાધનોથી પૂર્ણ કરવામાં આવી છે.
HSBC ગ્રુપના સીઇઓ નોએલ ક્વિને જણાવ્યું હતું કે, "આ સોદો યુકેમાં અમારા વ્યવસાય માટે વ્યૂહાત્મક વૃદ્ધિ કરશે. અમારી કૉમર્શિયલ બૅન્કિંગ ફ્રેન્ચાઇઝીને મજબૂત કરશે અને યુકે અને સમગ્ર વિશ્વમાં ટેકનોલોજી અને જીવન વિજ્ઞાન ક્ષેત્રોને લોન આપશે.” તેમણે વધુમાં કહ્યું કે “અમે સિલિકોન વેલી બૅન્ક-યુકેના ગ્રાહકોને આવકારીએ છીએ અને અમે તેમને આગળ વધવામાં મદદ કરીશું.”
આ પણ વાંચો: વિશ્વબજારોના તાલે સેન્સેક્સ વધુ ૬૭૧ પૉઇન્ટ ખરડાયો,બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં ખરાબી
SVB UK ગ્રાહકો હંમેશની જેમ કામ કરવાનું ચાલુ રાખશે. તેઓ જાણે છે કે તેમની થાપણો સરકાર દ્વારા સમર્થિત છે અને HSBC સાથે સુરક્ષિત છે. અમે SVB UKના કર્મચારીઓને HSBCમાં આવકારીએ છીએ.