આવકવેરા વિભાગે હાલમાં જ ટ્વીટ કરીને માહિતી આપી છે કે જો તમે તમારા પેનકાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમે 31 માર્ચ પછી પેનકાર્ડનો ઉપયોગ કરી શકશો નહીં
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
જો તમે તમારા પેનકાર્ડ (PAN Card)ને આધાર (Aadhaar Card) સાથે લિંક નથી કરાવ્યું, તો તમારું પેનકાર્ડ પણ નકામું થઈ જશે. આ વાત કેન્દ્ર સરકાર અને આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા વારંવાર કહેવામાં આવી રહી છે. પાનકાર્ડ એક એવો દસ્તાવેજ છે, જેના વિના નાણાં સંબંધિત ઘણા કામ થઈ શકતા નથી. ખાસ કરીને રિટર્ન ફાઈલિંગ અને ઈન્કમ ટેક્સને લગતું કોઈપણ કામ પેનકાર્ડ વગર થઈ શકતું નથી.
આવકવેરા વિભાગે હાલમાં જ ટ્વીટ કરીને માહિતી આપી છે કે જો તમે તમારા પેનકાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમે 31 માર્ચ પછી પેનકાર્ડનો ઉપયોગ કરી શકશો નહીં. તેને લિંક કરવા પણ અપીલ કરી હતી. જોકે, જો તમે નથી જાણતા કે તમારું પેનકાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક સરળ પ્રક્રિયા સાથે તમે તે મિનિટોમાં જાણી શકો છો અને જો લિન્ક ન હોય તો તેને લિન્ક પણ કરી શકો છો.
ADVERTISEMENT
તમારું આધાર પેનકાર્ડ સાથે લિંક છે કે નહીં આ રીતે જાણો
- આ માટે તમારે સૌથી પહેલાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર જવું પડશે અથવા તમે આ ડાયરેક્ટ લિંક પર પણ જઈ શકો છો.
- હવે ક્વીક લિન્ક સેક્શનમાં જાઓ, લિન્ક આધાર સ્ટેટ્સ પર ક્લિક કરો.
- આ પછી તમારે તમારો 10 અંકનો પેનકાર્ડ નંબર અને 12 અંકનો આધાર નંબર નાખવો પડશે.
- હવે વ્યૂ આધાર લિન્ક સ્ટેટ્સ પર ક્લિક કરો.
- જો તમારું આધાર લિંક છે, તો તમારે તેને લિંક કરવાની જરૂર નથી, પરંતુ જો તમારું આધાર લિંક નથી, તો તમારે તેને લિંક કરવું પડશે.
જો પેનકાર્ડ આધાર સાથે લિંક ન હોય તો શું?
જો પેનને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે, તો ઇન્કમ રિટર્ન મેળવી શકાશે નહીં. તેમ જ પેનકાર્ડનો ઉપયોગ કરી શકાશે નહીં અને બીજું પેનકાર્ડ પણ બનાવી શકાશે નહીં . રિટર્ન ફાઇલ કરતી વખતે પણ આ દસ્તાવેજ જરૂરી છે. આવા ઘણા બધા કામ પેનકાર્ડ વગર પૂર્ણ થઈ શકતા નથી.
આ પણ વાંચો: Income Tax: ખુશખબર.. સરકાર 1 એપ્રિલથી ટેક્સપેયર્સને આપવા જઈ રહી છે આ મોટી રાહત
પેનકાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરવું
- સૌથી પહેલાં ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ અને ક્વિક લિંક્સ વિભાગમાં આધાર લિંક પર ક્લિક કરો.
- હવે આધાર નંબર અને પેનકાર્ડ નંબર દાખલ કરો.
- આગળ અને મોબાઈલ નંબરની પુષ્ટિ કરો.
- હવે OTP દાખલ કરો અને આવકવેરા ફાઇલ પ્રક્રિયા પર ક્લિક કરો.
- આ પછી ચુકવણીનો ઑપ્શન સિલેક્ટ કરો અને આકારણી વર્ષ દાખલ કરો.
- પેમેન્ટ કર્યા બાદ પેનકાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવશે.