ક્રેડાઈ દ્વારા દેશના ૩૪૧ જેટલા બિલ્ડરોના સર્વેનું તારણ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશના આશરે ૫૮ ટકા બિલ્ડરો એવી અપેક્ષા રાખે છે કે ઇન્પુટ-ખર્ચમાં વધારો થવાને કારણે આ વર્ષે હાઉસિંગ-મકાનના ભાવમાં વધારો થશે, જ્યારે ૩૨ ટકા બિલ્ડરોને લાગે છે કે એ સ્થિર રહે એવી ધારણા છે.
રિયલ્ટર્સની સર્વોચ્ચ સંસ્થા ક્રેડાઇ-રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયર્સ ઇન્ડિયા અને પ્રૉપર્ટી રિસર્ચ ફર્મ લાયસેસ ફોરાસ દ્વારા ‘રિયલ એસ્ટેટ ડેવલપર્સ સેન્ટિમેન્ટ સર્વે’ અનુસાર ૪૩ ટકા ડેવલપર્સ ૨૦૨૩માં રહેણાકની માગ સ્થિર રહેવાની અપેક્ષા રાખે છે, જ્યારે ૩૧ ટકા લોકો માગ ૨૫ ટકા સુધી વધે એવી ધારણા રાખે છે. છેલ્લા બે મહિના દરમ્યાન હાથ ધરાયેલા સંયુક્ત સર્વેક્ષણમાં દેશના વિવિધ ભાગોમાંથી ૩૪૧ રિયલ એસ્ટેટ ડેવલપર્સે ભાગ લીધો હતો.
ADVERTISEMENT
અહેવાલમાં જણાવાયું છે કે ‘૫૮ ટકા બિલ્ડરોને લાગે છે કે અસ્થિર ઇન્પુટ ખર્ચ, આર્થિક અનિશ્ચિતતાઓ અને સતત ફુગાવાના દરો વચ્ચે ૨૦૨૩માં હાઉસિંગની કિંમતોમાં વધારો થવાની સંભાવના છે. જોકે સર્વેમાં બહાર આવ્યું છે કે લગભગ ૩૨ ટકા ડેવલપર્સ માને છે કે કિંમતો સ્થિર રહેશે.