ફેબ્રુઆરી સુધીમાં પડકાઈ 20 હજાર કરોડની GST ચોરી, 50% ની રિકવરી પૂરી
20 હજાર કરોડની જીએસટી ચોરી પકડાઈ.
વર્તમાન નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં 20, 000 કરોડ રૂપિયાની જીએસટીની ચોરીનો મામલો સામે આવ્યો છે.
વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે સરકાર આ રીતની છેતરપિંડી રોકવા માટે અનેક પગલા લઈ રહી છે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સના સભ્ય જૉન જોસેફે કહ્યું કે વિભાગ જલ્દી જ રિયલ એસ્ટેટ સેક્ટરના પ્રતિનિધિઓને બોલાવવામાં આવશે, જેથી જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડા બાદના પ્રભાવને સમજી શકાય.
જોસેફે કહ્યું કે એપ્રિલથી ફેબ્રુઆરી 20, 000 કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડવામાં આવી છે, જેમાંથી 10, 000 કરોડની વસૂલી થઈ ચુકી છે. તેમણે કહ્યું કે ટેક્સ અધિકારીઓએ લગભગ 1500 કરોડના નકલી ઈનવૉઈસ પણ પડક્યા છે, જેના માધ્યમથી 75 કરોડનો ક્લેઈમ કરવાનો હતો. અત્યાર સુધીમાં 25 કરોડની વસૂલી કરી ચુક્યા છે. બાકીની રકમની વસૂલવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.