રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના અહેવાલમાં વિગતો બહાર આવી
ફાઇલ તસવીર
આરબીઆઇએ ગુરુવારે જણાવ્યું હતું કે બૅન્કોનો ગ્રોસ એનપીએ રેશિયો ઘટીને પાંચ ટકાના ૬ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે અને બૅન્કિંગ સિસ્ટમ સુધરી છે તથા કૅપિટલની સ્થિતિ પણ સારી છે.
ફાઇનૅન્શિયલ સ્ટૅબિલિટી રિપોર્ટના ૨૬મા અંકમાં આરબીઆઇએ એમ પણ કહ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર મંદીનાં જોખમો સાથે ભયંકર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. બહુવિધ આંચકાઓના આંતરપ્રક્રિયાના પરિણામે નાણાકીય સ્થિતિ કડક થઈ છે અને નાણાકીય બજારોમાં અસ્થિરતા વધી છે એ નિર્દેશ કરે છે.
ADVERTISEMENT
ભારતીય અર્થતંત્ર મજબૂત વૈશ્વિક અસરનો સામનો કરી રહ્યું છે છતાં મજબૂત મેક્રો ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ્સ અને સ્વસ્થ નાણાકીય અને બિનનાણાકીય ક્ષેત્રની બૅલૅન્સશીટ્સ મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા પ્રદાન કરી રહી છે અને નાણાકીય સિસ્ટમની સ્થિરતા ઊભી કરી રહી છે એમ અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલની પ્રસ્તાવનામાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે કેન્દ્રીય બૅન્ક વૈશ્વિક જોખમોની અસ્થિર સંભાવનાને ઓળખે છે છતાં એ ભારતીય અર્થતંત્રના મજબૂત મેક્રો ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ્સથી શક્તિ મેળવે છે.