વાઇટ ગુડ્સ, મોબાઇલ, ટેલિકમ્યુનિકેશન અને ઑટો કમ્પોનન્ટ્સ જેવાં ૧૪ ક્ષેત્રો માટે બે લાખ કરોડ રૂપિયાના અંદાજપત્રીય ખર્ચ સાથે સરકાર દ્વારા ઉત્પાદન લિંક્ડ્ ઇન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઇ) અમલમાં છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સરકારે નવી પ્રોડક્ટ્સના વિકાસ, ઔદ્યોગિક ડિઝાઇન અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે ઉત્પાદકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ‘પીએલઆઇ પ્લસ’ યોજના શરૂ કરવાનું વિચારવું જોઈએ, એમ આર્થિક સંસ્થા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશ્યેટિવ (જીટીઆરઆઇ)એ જણાવ્યું હતું.
વાઇટ ગુડ્સ, મોબાઇલ, ટેલિકમ્યુનિકેશન અને ઑટો કમ્પોનન્ટ્સ જેવાં ૧૪ ક્ષેત્રો માટે બે લાખ કરોડ રૂપિયાના અંદાજપત્રીય ખર્ચ સાથે સરકાર દ્વારા ઉત્પાદન લિંક્ડ્ ઇન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઇ) અમલમાં છે.
ADVERTISEMENT
સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે કે જીડીપીમાં ઉત્પાદનનો હિસ્સો ૨૦૩૦ સુધીમાં ૨૫ ટકા સુધી વધારવા માટે ટકાઉ અને સ્પર્ધાત્મક ઉત્પાદનનું નિર્માણ કરવું અનિવાર્ય છે જે હાલ ૧૫ ટકા છે.
આ માટે ફોકસને એક પગલું આગળ વિચારવાની જરૂર પડશે. ઝડપી ઉત્પાદન પરિણામોથી લઈને રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ, રિવર્સ એન્જિનિયરિંગ સહિતનાં કાર્યો પર વિચારણા કરવી પડશે.