ખોટી રીતે વેચાણની વધતી ઘટનાથી નાણાં મંત્રાલય ચિંતિત
પ્રતીકાત્મક તસવીર
મિસ-સેલિંગની વધતી જતી ઘટનાઓથી ચિંતિત નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની બૅન્કોના વડાઓને ગ્રાહકોને વીમા પૉલિસીઓ વેચવા માટે અનૈતિક પ્રથાઓને ટાળવા માટે મજબૂત મેકૅનિઝમ્સ મૂકવાનો નિર્દેશ આપ્યો છે.
ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનૅન્શિયલ સર્વિસિસને એવી ફરિયાદો મળી છે કે બૅન્કો અને જીવન વીમા કંપનીઓ દ્વારા બૅન્ક ગ્રાહકો પાસેથી પૉલિસી મેળવવા માટે છેતરપિંડી અને અનૈતિક વ્યવહાર અપનાવવામાં આવે છે, એમ જાહેર ક્ષેત્રની બૅન્કોના અધ્યક્ષો અને મૅનેજિંગ ડિરેક્ટરોને સંબોધિત પત્રમાં જણાવાયું છે.
ADVERTISEMENT
એવા કિસ્સાઓ છે જ્યારે ટીઅર ૨-૩ શહેરોમાં ૭૫ વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકોને જીવન વીમા પૉલિસીઓ વેચવામાં આવી હતી. સામાન્ય રીતે બૅન્કોની શાખાઓ તેમની પેટાકંપની-વીમા કંપનીઓનાં ઉત્પાદનોને આગળ ધપાવે છે.
જ્યારે ગ્રાહકો દ્વારા વિરોધ કરવામાં આવે છે ત્યારે શાખાના અધિકારીઓ બેદરકારીપૂર્વક સમજાવશે કે તેઓ ઉપરથી દબાણ હેઠળ છે. જ્યારે ગ્રાહકો કોઈ પણ પ્રકારની લોન લેવા અથવા ટર્મ ડિપોઝિટ ખરીદવા જાય છે ત્યારે વીમા ઉત્પાદનોને દબાણ કરવામાં આવે છે.
આ સંદર્ભમાં તેણે જણાવ્યું હતું કે વિભાગે પહેલેથી જ એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં એને સલાહ આપવામાં આવી છે કે બૅન્કે ગ્રાહકોને કોઈ ચોક્કસ કંપની પાસેથી વીમો મેળવવા માટે દબાણ કરવાની પ્રતિબંધિત પદ્ધતિઓ અપનાવવી જોઈએ નહીં.