ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ સોમવારે આ નિર્ણયની અપેક્ષા ક્યારે છે એની વિગતો આપ્યા વિના જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સરકાર ૩૦ સપ્ટેમ્બર પછી એટલે કે નવરાત્રિ પછી ગરીબોને મફત રૅશન પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લંબાવવા વિશે નિર્ણય લેશે. ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ સોમવારે આ નિર્ણયની અપેક્ષા ક્યારે છે એની વિગતો આપ્યા વિના જણાવ્યું હતું.
લૉકડાઉન સમયગાળા દરમ્યાન તેમની મુશ્કેલીઓ ઘટાડવા માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ ૮૦ કરોડ લાભાર્થીઓને દર મહિને વ્યક્તિ
દીઠ પાંચ કિલો અનાજ મફતઆપવા માટે પ્રધાનમંત્રી ગરીબકલ્યાણ અન્ન યોજના માર્ચ ૨૦૨૦માં શરૂ કરવામાં આવી હતી. આયોજના ઘણી વખત લંબાવવામાં આવી છે અને હવે એ ૩૦ સપ્ટેમ્બર સુધી માન્ય છે.