સરકાર આગામી ૬ મહિનામાં જીપીએસ-આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ્સ સહિત નવી તકનિક રજૂ કરશે. ગડકરીએ જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ ટ્રાફિકની ભીડ ઘટાડવા અને હાઇવે પર મુસાફરી કરતા ચોક્કસ અંતર માટેના વાહનચાલકો પાસેથી ચાર્જ લેવાનો છે.
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દેશમાં હાલના હાઇવે ટોલ પ્લાઝાને બદલવા માટે સરકાર આગામી ૬ મહિનામાં જીપીએસ-આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ્સ સહિત નવી તકનિક રજૂ કરશે. ગડકરીએ જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ ટ્રાફિકની ભીડ ઘટાડવા અને હાઇવે પર મુસાફરી કરતા ચોક્કસ અંતર માટેના વાહનચાલકો પાસેથી ચાર્જ લેવાનો છે.
ઉદ્યોગ સંસ્થા સીઆઇઆઇ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતાં ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે સરકારી માલિકીની નૅશનલ હાઇવે ઑથોરિટીની ટોલ આવક હાલમાં ૪૦,૦૦૦ કરોડ રૂપિયા છે અને એ બે-ત્રણ વર્ષમાં વધીને ૧.૪૦ લાખ કરોડ રૂપિયા થવા જઈ રહી છે. સરકાર દેશમાં ટોલ પ્લાઝાને બદલવા માટે જીપીએસ-આધારિત ટોલ સિસ્ટમ સહિત નવી તકનિકો પર વિચાર કરી રહી છે. અમે છ મહિનામાં નવી ટેક્નૉલૉજી લાવીશું એમ તેમણે કહ્યું હતું.