કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવનું નિવેદન
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સરકાર દ્વારા અત્યાર સુધી આશરે ૧.૨૫ લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું રિકવર કરવામાં આવ્યું છે અને ૪૬૦૦ કરોડની અપ્રમાણસર મિલકત જપ્ત કરવામાં આવી છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની એક ટિપ્પણીને યાદ કરીને જ્યાં તેમણે કહ્યું હતું કે ગરીબોના કલ્યાણ માટે રાખવામાં આવેલા એક રૂપિયાના માત્ર ૧૫ પૈસા ગરીબો સુધી પહોંચે છે ત્યારે કેન્દ્રીય પ્રધાને ધ્યાન દોર્યું કે ‘આજે ૧૦૦ ટકા રકમ ડાયરેક્ટ બૅન્ક દ્વારા લાભાર્થીઓ સુધી પહોંચે છે.
ADVERTISEMENT
તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે ૮૫ ટકા યોજનાઓ ખાલી થઈ જાય છે અને લોકો સુધી પહોંચતી જ નથી, પરંતુ આજે ૨૬ લાખ કરોડ રૂપિયા સીધા લોકોના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે અને બચત ૨.૨૫ લાખ કરોડ રૂપિયાની નજીક છે, તો કલ્પના કરો કે આટલી બધી બચતનો સીધો ફાયદો લોકોને મળવો જોઈએ એ પ્રધાને જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુડ ગવર્નન્સ મૉડલ વિશે બોલતાં કેન્દ્રીય પ્રધાને કહ્યું કે વડા પ્રધાનનું સ્પષ્ટ વિઝન છે કે દેશ શૉર્ટકટ રાજકારણ તરફ નહીં, પરંતુ સુશાસન તરફ જવો જોઈએ.