શું બજેટ ફુગાવો ઘટાડશે?
નિર્મલા સીતારમણ ફાઇલ તસવીર
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ઘણાં પગલાં લઈ રહી છે અને એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.
દાખલા તરીકે કઠોળના કિસ્સામાં સરકાર ખેડૂતોને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે કઠોળ ઉગાડવા પ્રોત્સાહિત કરી રહી છે અને સ્થાનિક ઉપલબ્ધતામાં સુધારો કરવા માટે કેટલીક કઠોળ પરની આયાત ડ્યુટી પણ ઘટાડી છે.
ADVERTISEMENT
જ્યારે પૂછવામાં આવ્યું કે શું બજેટ ફુગાવો ઘટાડશે? એના જવાબમાં સીતારમણે કહ્યું કે સરકાર ફુગાવાને કાબૂમાં રાખવા માટે ઘણાં પગલાં લઈ રહી છે અને એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.
સીતારમણે જણાવ્યું કે અમે ઘણાં પગલાં લીધાં છે, ઉદાહરણ તરીકે ખેડૂતોને કઠોળની વાવણી માટે પ્રોત્સાહિત કરવા જેથી ભારતમાં કઠોળનું ઉત્પાદન આગામી સીઝનમાં વધશે.