બજેટમાં મૂડીખર્ચમાં ૩૩ ટકાનો વધારો થયો
નિર્મલા સીતારમણ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકારનો વર્ષોથી પ્રયાસ વિકાસને પ્રોત્સાહન આપવા માટે જાહેર ખર્ચમાં વધારો કરવાનો છે.
ઇન્ડસ્ટ્રી ચેમ્બર પીએચડીસીસીઆઇના સભ્યો સાથે બજેટ બાદના ચર્ચાસત્રમાં બોલતા નાણાપ્રધાને કહ્યું કે સરકારે ૨૦૨૩-’૨૪ના બજેટમાં મૂડીખર્ચમાં ૩૩ ટકાનો વધારો કરીને ૧૦ લાખ કરોડ રૂપિયા કર્યો છે.
ADVERTISEMENT
છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી સતત, જાહેર મૂડીખર્ચ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અમે આ બજેટમાં એને જાળવી રાખ્યું છે. મૂડીખર્ચ, સ્પષ્ટપણે આ બજેટનું વાસ્તવિક ફોકસ તરીકે કહી શકાય એમ તેમણે કહ્યું હતું.
ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) હેઠળ પેટ્રોલિયમ ઉત્પાદનોનો સમાવેશ કરવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે જો રાજ્યો વચ્ચે સમજૂતી હોય તો એ કરી શકાય.