વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કૅબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
કેન્દ્ર સરકારે શણના ખેડૂતોને ખુશ કરવાના હેતુસર એના ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે. સરકારે નવી સીઝન ૨૦૨૩-૨૪ માટે કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવમાં ૩૦૦ રૂપિયાનો વધારો કરીને ૫૦૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કૅબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારોને જણાવ્યું હતું કે કમિશન ફોર ઍગ્રિકલ્ચર કૉસ્ટ્સ ઍન્ડ પ્રાઇસની ભલામણો પર ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા શણના ભાવ જ્યારે ટેકાના ભાવથી નીચે જાય ત્યારે એની ખરીદી કરવામાં આવે છે.