Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજેટમાં અનાજના વેપારીઓ માટે કોઈ રાહત નહીં : દેવેન્દ્ર વોરા

બજેટમાં અનાજના વેપારીઓ માટે કોઈ રાહત નહીં : દેવેન્દ્ર વોરા

Published : 02 February, 2023 02:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવનારા શિયાળુ પાકોની મબલક આવકથી રેલવે સિવાય એકથી બીજાં રાજ્યો સુધી માલ પહોંચાડવામાં દેશના બહુમૂલ્ય ઈંધણનો વપરાશ વધશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈના અગ્રણી વેપારી એવા ફ્રેન્ડશિપ બ્રોકર્સના દેવેન્દ્ર વોરાએ બજેટ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે બજેટમાં અનાજના વેપારીઓ માટે કોઈ ખાસ રાહત નથી, પણ ખેડૂતોને રાહતોથી તેમ જ નવા પ્રયોગોને ખાસ સવલતોથી આડકતરો ફાયદો અવશ્ય થશે.


રેલવેમાં હાલ અનાજ-કઠોળને રેક્સ મળતી નથી એનું કારણ રેલવે ડિપાર્ટમેન્ટ મોંઘવારી વધે છે એવું બહાનું આપે છે એ ભૂલભરેલું છે. આવનારા શિયાળુ પાકોની મબલક આવકથી રેલવે સિવાય એકથી બીજાં રાજ્યો સુધી માલ પહોંચાડવામાં દેશના બહુમૂલ્ય ઈંધણનો વપરાશ વધશે. એમએસએમઈમાં વ્યાજદરની રાહત આવકાર્ય છે.



આ પણ વાંચો: કૃષિ ધિરાણનો લક્ષ્યાંક ૧૧ ટકા વધારીને ૨૦ લાખ કરોડ રૂપિયા


આ બજેટનું સૌથી મોટું આકર્ષણ સાત લાખ સુધીની આવકવેરાની છૂટ છે એને લઈને નાના વેપારીઓ દલાલો કમિશન એજન્ટોને મોટી રાહત આપશે તેમ જ બેનંબરી વેપાર હવે કદાચ ભૂતકાળ બની જશે. જાડાં અનાજ જે ભારતના પરંપરાગત છે એ બાજરી, જવ, રાગી, નાચની જેવાં સાત ધાન્યોને પ્રમોશન આવનારા સમયમાં અનાજ બજારના વેપારનાં પરિમાણો બદલી નાખશે.
ટ્રાન્સપોર્ટમાં ૭૫,૦૦૦ કરોડનું પ્રાવધાન પણ વેપારની સ્પીડ વધારશે. આજના ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ વેપારને અનુરૂપ ઝડપી માલ પરિવહનથી બહુ મોટો ફરક આવનારા સમયમાં વેપારીઓને લાભ આપનારો રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2023 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK