નાણા મંત્રાલયે તમામ મંત્રાલયો અને વિભાગને નિર્દેશ આપ્યો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
નાણા મંત્રાલયે તમામ મંત્રાલયો અને વિભાગોને ૧૫ વર્ષ જૂનાં તમામ વાહનોને સ્ક્રૅપ કરવાનો નિર્દેશ આપ્યો છે. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે એક ઑફિસ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે પ્રદૂષણ ઘટાડવા અને મુસાફરોની સલામતી સુધારવા તથા બળતણ કાર્યક્ષમતા સુધારવાની સાથે સરકારના વ્યાપક ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને નીતિ આયોગ અને માર્ગ પરિવહન મંત્રાલય સાથે પરામર્શ કરીને વાહનોના નિકાલની હાલની જોગવાઈઓ પર પુનર્વિચાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : દેશમાં ચાલુ વર્ષે બમ્પર શિયાળુ પાક થવાનો અંદાજ : કેન્દ્રીય કૃષિપ્રધાનનો આશાવાદ
ADVERTISEMENT
એવું નક્કી કરવામાં આવ્યું છે કે હવેથી ભારત સરકારના મંત્રાલયો કે વિભાગોનાં ૧૫ વર્ષ જૂનાં તમામ વાહનો (સમય પહેલાં ન વાપરી શકાય એવાં વાહનો સહિત)ને કાઢી નાખવામાં આવશે એમ પત્રમાં જણાવાયું છે. આવાં વાહનોનું સ્ક્રૅપિંગ ફક્ત રજિસ્ટર્ડ વાહન સ્ક્રૅપિંગ સવલતો પર જ રહેશે. જે વાહનોની જરૂરિયાત રદ કરવામાં આવી છે અથવા ૧૫ વર્ષની વય સુધી પહોંચી ગયાં છે એની હરાજી કરવામાં નહીં આવે.