વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ વધતાં સરકારનો નિર્ણય
પ્રતિકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ક્રૂડ ઑઇલ પરના તમામ વિન્ડફૉલ ટૅક્સ પાછા ખેંચી લીધા છે, એમ સરકારે એક સત્તાવાર સૂચનામાં જણાવ્યું છે.
આ એવા સમયે આવ્યું છે જ્યારે તેલ ઉત્પાદક દેશોના જૂથે આ વર્ષે મે મહિનામાં ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય કર્યા પછી વૈશ્વિક ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો થયો છે. ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) પ્લસ ઑઇલ ઉત્પાદકોએ દરરોજ આશરે ૧૧.૬ લાખ બૅરલના ઉત્પાદનમાં વધુ કાપની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
વૈશ્વિક ક્રૂડના ભાવમાં વધારો થવાને કારણે સ્થાનિક ક્રૂડ ઉત્પાદકો દ્વારા સંચિત થતા જંગી માર્જિનને ધ્યાનમાં લેતાં કેન્દ્રએ જુલાઈ ૨૦૨૨માં ક્રૂડ ઑઇલ પર પ્રતિ ટન ૨૩,૨૫૦ રૂપિયાનો ટૅક્સ લાદ્યો હતો ત્યારથી સરકાર સમય-સમય પર ક્રૂડ ઑઇલ પર વિન્ડફોલ ટૅક્સમાં ઘટાડો કરતી રહી છે. હવે સરકારે એને સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે.