વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી ઑગસ્ટમાં ધીમી પડતાં ઊંચા મથાળે રુકાવટ: ચીનની સેન્ટ્રલ બૅન્કે સપ્ટેમ્બરમાં સતત પાંચમા મહિને સોનાની ખરીદી ન કરી
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી ઑગસ્ટમાં એકદમ ધીમી પડતાં તેમ જ ચીને સતત પાંચમા મહિને સોનાની ખરીદી ન કરતાં સોનામાં ઊંચા મથાળે રુકાવટ જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૦૭ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૫૨૮ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં ચાંદી છેલ્લા બે દિવસમાં ૨૪૮૮ રૂપિયા ઘટી હતી જે અગાઉના ત્રણ દિવસમાં ૩૫૦૦ રૂપિયા વધી હતી.