અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ઇન્ટરેસ્ટમાં ઘટાડો કરવા સહિત શું પગલાં લે છે એને લઈને અનિશ્ચિતતા હોવાને પગલે વિશ્વભરમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
સોનું ઑલટાઇમ હાઈ
સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં ગઈ કાલે ૯૯.૯ ટચ સોનામાં ૨૦૦ રૂપિયાનો વધારો થવાથી જ પહેલી વખત ૧૦ ગ્રામ એટલે કે એક તોલાદીઠ ૮૩,૧૦૦ રૂપિયાનો ભાવ જોવા મળ્યો હતો. અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ઇન્ટરેસ્ટમાં ઘટાડો કરવા સહિત શું પગલાં લે છે એને લઈને અનિશ્ચિતતા હોવાને પગલે વિશ્વભરમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે.