ભારતની સોનાની આયાત નવેમ્બરમાં ૩૩૧ ટકા વધ્યા બાદ ડિસેમ્બરમાં ૫૦ ટકા ઘટવાની ધારણા: મુંબઈમાં સોના-ચાંદી સતત ત્રીજે દિવસે ઘટ્યાં : ત્રણ દિવસમાં સોનામાં ૧૬૮૫ રૂપિયા અને ચાંદીમાં ૪૭૭૫ રૂપિયાનો ઘટાડો
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૫માં અમેરિકામાં ટ્રમ્પના શાસનકાળમાં ટ્રેડવૉરને કારણે ઇન્ફ્લેશન વધવાના સંકેતને પગલે રેટ-કટની અનિશ્ચિતતા વધતાં ડૉલરની મજબૂતી વધતાં સોનું ઘટ્યું હતું. વળી ભારતની સોનાની આયાત નવેમ્બરમાં ૩૩૧ ટકા વધ્યા બાદ ડિસેમ્બરમાં ૫૦ ટકા ઘટવાની ધારણા ટ્રેડ ઍનલિસ્ટો દ્વારા મુકાઈ હતી.