અમેરિકાના જૉબ ઓપનિંગ ડેટા બે વર્ષના તળિયે પહોંચ્યા : મુશ્કેલી ગ્રસ્ત બૅન્ક ટેકઓવર કરનાર જેપી મૉર્ગનના શૅર ગગડ્યા : સોનાએ ૬૧,૦૦૦ની અને ચાંદીએ ૭૫,૦૦૦ રૂપિયાની સપાટી કુદાવી, મુંબઈમાં સોનામાં ૬૨૭ અને ચાંદીમાં ૧૦૫૬ રૂપિયાનો ઉછાળો
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકન મુશ્કેલી ગ્રસ્ત ફર્સ્ટ રિપબ્લિકન બૅન્ક ટેકઓવર કરનાર જેપી મૉર્ગનના શૅર ગગડ્યા હતા તેમ જ અમેરિકાના જૉબ ઓપનિંગ ડેટા બે વર્ષના તળિયે પહોંચતાં સોનામાં ગણતરીના કલાકમાં ૩૬ ડૉલરનો એટલે કે બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૨૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૦૫૬ રૂપિયા વધી હતી. સોનાએ ૬૧,૦૦૦ રૂપિયા અને ચાંદીએ ૭૫,૦૦૦ રૂપિયાનું લેવલ પાર કર્યું હતું.
વિદેશી પ્રવાહ
ADVERTISEMENT
અમેરિકાની બૅન્કિંગ ક્રાઇસિસ વધવાના સંકેત અને અમેરિકાના જૉબ ઓપનિંગ ડેટા બે વર્ષની નીચી સપાટીએ પહોંચતાં સોનામાં એકાએક નવો ઉછાળો આવ્યો હતો અને સોનું ફરી ૨૦૦૦ ડૉલરની સપાટીને કુદાવી ગયું હતું. સોનું મંગળવારે ઘટીને ૧૯૮૪.૩૦ ડૉલર હતું, જે બુધવારે દિવસ દરમ્યાન વધીને એક તબક્કે ૨૦૨૦.૬૦ ડૉલર થયું હતું. સોનામાં ગણતરીના કલાકમાં
૩૬ ડૉલરનો એટલે કે બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સોનું ઊછળતાં ચાંદી અને પ્લૅટિનમ પણ ઊછળ્યાં હતાં. જોકે પૅલેડિયમમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના જૉબ ઓપનિંગ નંબર્સ માર્ચમાં ૩.૮૪ લાખ ઘટીને ૯૬ લાખે પહોંચ્યા હતા, જે છેલ્લાં બે વર્ષના સૌથી નીચા હતા અને માર્કેટની ૯૭.૭ લાખની ધારણાથી ઘણા નીચા રહ્યા હતા. અમેરિકાના જૉબ ઓપનિંગ નંબર્સ બે વર્ષની નીચી સપાટીએ પહોંચતાં જૉબ માર્કેટની નબળાઈ સામે આવી હતી. ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન, વેરહાઉસિંગ અને યુટિલિટી સર્વિસમાં જૉબ ઓપનિંગ ઘટ્યા હતા. જોકે એજ્યુકેશનલ સર્વિસમાં જૉબ ઓપનિંગ વધ્યા હતા. અમેરિકામાં લે ઑફ અને ડિસ્ચાર્જ લેવલ પણ વધીને ૧૮ લાખે પહોંચ્યું હતું.
અમેરિકામાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડર માર્ચમાં ૦.૯ ટકા વધ્યા હતા, પણ માર્કેટની ૧.૧ ટકા વધારાની ધારણા કરતાં નીચા રહ્યા હતા અને ફેબ્રુઆરીમાં પણ નવા ઑર્ડર ૧.૧ ટકા વધ્યા હતા. આમ, માર્ચમાં ટ્રેડની ધારણા કરતાં અને ફેબ્રુઆરી કરતાં નવા ઑર્ડરનો ગ્રોથ ધીમો પડ્યો હતો. ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટના ઑર્ડરમાં નવ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે કમ્પ્યુટર અને ઇલેક્ટ્રૉનિક્સ ગુડ્સના ઑર્ડર વધ્યા હતા.
અમેરિકામાં માર્ચ મહિનામાં ૩૮.૫ લાખ એમ્પ્લૉઈએ નોકરી ગુમાવી હતી, જેમાં ફેબ્રુઆરીથી ૧.૨૯ લાખનો ઘટાડો થયો હતો તેમ જ નોકરી ગુમાવનારાઓની સંખ્યા ૧૦ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. અકોમોડેશન અને ફૂડ સર્વિસિઝ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ લોકોએ નોકરી ગુમાવી હતી. જૉબ ક્વીટ ઇન્ડેક્સ માર્ચમાં ૨.૫ ટકા રહ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૨.૬ ટકા રહ્યો હતો.
ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં માર્ચમાં ૦.૪ ટકાનો વધારો થયો હતો, જેમાં ફેબ્રુઆરીમાં ૦.૨ ટકાનો વધારો થયો હતો. ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં સતત ત્રીજે મહિને વધારો થયો હતો અને ફૂડ રીટેલ સેલ્સમાં સતત ૧૩મા મહિને વધારો થયો હતો. રીટેલ સેલ્સના વધારામાં સૌથી મોટો ફાળો કાફે, રેસ્ટોરાં અને ટેકઅવે ફૂડ સેક્ટરનો રહ્યો હતો. જોકે હાઉસહોલ્ડ રીટેલિંગ, ફુટવેર અને કલોધિંગનું સેલ્સ ઘટ્યું હતું. છેલ્લા એક વર્ષમાં ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં ૫.૪ ટકાનો વધારો નોંધાયો હતો.
ભારતના સર્વિસ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં વધીને ૧૩ વર્ષની ઊંચાઈએ ૬૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં ૫૭
.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૭ પૉઇન્ટની હતી. ખાસ કરીને સર્વિસ આઇટમોની એક્સપોર્ટ સતત ત્રીજે મહિને વધી હતી અને સર્વિસ સેક્ટરનો એમ્પ્લૉયમેન્ટ સતત ૧૧મા મહિને વધ્યો હતો. જોકે ઇન્પુટ કૉસ્ટ ઇન્ફ્લેશન વધીને ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું, પણ બિઝનેસ સેન્ટિમેન્ટ સુધર્યું હોવાથી સર્વિસ સેક્ટરનો ગ્રોથ હજી આગામી મહિનાઓમાં વધવાની ધારણા હતી.
ભારતીય જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં સર્વિસ સેક્ટરનો હિસ્સો ૫૩.૮૯ ટકા હોવાથી અને સર્વિસ સેક્ત્તરનો ગ્રોથ ૧૩ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હોવાથી પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં ઊછળીને ૧૩ વર્ષની ઊંચાઈએ ૬૧.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં નવા ઑર્ડરનો ગ્રોથ ૧૩ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. ઇન્પુટ કૉસ્ટ ઇન્ફ્લેશનનો ગ્રોથ છેલ્લા ચાર મહિનાનો સૌથી નીચો રહ્યો હતો.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકામાં બૅન્કિંગ ક્રાઇસિસ ઉપરાંત રિસેશનનો ભય હજી દૂર થયો નથી. જૉબ ઓપનિંગ ડેટા સતત બીજે મહિને નબળા આવ્યા હતા. જેપી મૉર્ગને મુશ્કેલીગ્રસ્ત ફર્સ્ટ રિપબ્લિકન બૅન્કને ટેકઓવરની જાહેરાત કરતાં એક જ દિવસમાં જેપી મૉર્ગનના શૅર એક ટકા તૂટ્યા હતા. અમેરિકામાં રિસેશન અને બૅન્કિંગ ક્રાઇસિસમાં નવું કોઈ ડેવલપમેન્ટ જોવા મળશે તો સોનામાં નવી તેજી જોવા મળશે. જોકે ક્રૂડ તેલના ભાવ હાલ સવા મહિનાની નીચી સપાટીએ ૭૨ ડૉલરની સપાટીએ છે, જ્યારે નૅચરલ ગૅસના ભાવ પણ મંગળવારે ઓવરનાઇટ ચાર ટકા ઘટ્યા હતા. આમ, ઇન્ફ્લેશન વધવાનો કોઈ ભય નથી. યુરો એરિયા અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે. આ તમામ કારણો સોનાની તેજીને સપોર્ટ દેનારા નથી, છતાં અમેરિકામાં રિસેશનનો ભય અને બૅન્કિંગ ક્રાઇસિસ હજી ચાલુ હોવાથી સોનું વારંવાર ૨૦૦૦ ડૉલરની સપાટી કુદાવે છે, જે બતાવે છે કે સોનામાં આગળ જતાં મોટી તેજી થઈ શકે છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૧,૦૪૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૮૦૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૫,૨૮૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)