મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૬ રૂપિયા ઘટ્યું હતું અને ચાંદી પ્રતિ કિલો ૧૧૮ રૂપિયા વધી હતી.
કૉમોડિટી કરન્ટ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ)એ ક્રૂડ તેલના ઉત્પાદનમાં ઘટાડો કરવાની જાહેરાત કરતાં આગળ જતાં ઇન્ટરેસ્ટ રેટ વધશે એવી શક્યતાએ સોનું ઘટ્યું હતું. ફેડ મે મહિનામાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી શક્યતા વધીને ૬૦.૩ ટકાએ પહોંચી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૬ રૂપિયા ઘટ્યું હતું અને ચાંદી પ્રતિ કિલો ૧૧૮ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહ
ADVERTISEMENT
રશિયા સહિતના ઓપેક દેશોએ ક્રૂડ તેલના ઉત્પાદનમાં કાપ મૂકવાના નિર્ણયથી અનેક દેશોના ઇન્ફ્લેશન વધતાં ફેડ સહિત તમામ બૅન્કોને ઇન્ટરેસ્ટ રેટમાં વધુ વધારો કરવાની ફરજ પડશે એ ધારણાએ સોમવારે સોનું ઘટ્યું હતું.
શુક્રવારે સોનું વધીને ૧૯૮૯ ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ સોમવારે સાંજે ૧૯૭૫થી ૧૯૭૬ ડૉલરની રેન્જમાં સોનું હતું.
સોનું એક તબક્કે ઘટીને ૧૯૪૯.૯૦ ડૉલર થયું હતું, પણ નીચા મથાળે લેવાલી નીકળતાં સોનું પાછળથી સુધર્યું હતું. સોનું પાછળથી સુધરતાં એને પગલે પ્લૅટિનમ પણ સુધર્યું હતું, પણ ચાંદી અને પૅલેડિયમ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ માર્ચમાં ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૪૭.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૪૮.૫ પૉઇન્ટ અને પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૪૭.૧ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં સતત અગિયારમાં મહિને નવા ઑર્ડર ઘટ્યા હતા. જોકે છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત ઇન્પુટ કૉસ્ટ ઘટી હતી, જેને કારણે પ્રોડક્શન વધ્યું હતું અને એમ્પ્લૉયમેન્ટ લેવલ પણ વધ્યું હતું. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં આઉટપુટ કૉસ્ટ ઘટીને ૨૬ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં હવે ગ્રોથનું ભાવિ સારું રહેવાની આશા બંધાણી હતી.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સોમવારે વધીને ૧૦૩ના લેવલે પહોંચ્યો હતો. ઓપેક પ્લસ (રશિયા સહિત)એ ક્રૂડ તેલના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લેતાં ક્રૂડ તેલના ભાવ આગામી દિવસોમાં વધવાની શક્યતાએ ઇન્ફ્લેશન વધશે અને ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં વધુ કાપ મૂકશે એવી ધારણાએ ડૉલર ઇન્ડેક્સ સુધર્યો હતો. વળી અમેરિકાનો પર્સનલ કન્ઝ્યુમર એક્સપેન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ ધારણા કરતાં ઊંચો આવતાં એની પણ અસર જોવા મળી હતી.
ભારતનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ માર્ચમાં વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૫૬.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૫૫.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા પંચાવન પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં આઉટપુટ અને નવા ઑર્ડર બન્ને ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. પર્ચેઝિંગ ઍક્ટિવિટી દસ મહિનાની ઊંચાઈએ પહોંચતાં એક્સપોર્ટ ઑર્ડર વધ્યા હતા. ઇન્ફ્લેશન ઘટતાં ઇન્પુટના ઘટાડાને કારણે મૅન્યુફૅક્ચરિંગ કૉસ્ટ ઘટી હતી.
ભારતની બજેટ ડેફિસિટ ચાલુ ફાઇનૅન્શિયલ યરમાં એપ્રિલ-ફેબ્રુઆરી દરમ્યાન વધીને ૧૪.૫૪ ટ્રિલ્યન (લાખ કરોડ) રૂપિયાએ પહોંચી હતી, જે એક વર્ષ અગાઉ ૧૩.૧૭ ટ્રિલ્યન રૂપિયા હતી. બજેટ ડેફિસિટ ગવર્નમેન્ટના ટાર્ગેટની ૮૨.૭ ટકા રહી હતી. ગવર્નમેન્ટ એક્સપેન્ડિચર ૧૧.૧ ટકા વધીને ૩૪.૮ ટ્રિલ્યન રૂપિયાએ પહોચ્યું હતું અને રિસીટ ૧૧.૬ ટકા વધીને ૨૦.૪ ટ્રિલ્યન રૂપિયાએ પહોંચી હતી. ૨૦૨૨-’૨૩ માટે સરકારે જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ની ૬.૪ ટકા ફિઝિકલ ડેફિસિટનો ટાર્ગેટ નક્કી કર્યો છે.
ભારતની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ૨૦૨૨ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ઘટીને ૧૮.૨ અબજ ડૉલરે પહોંચી હતી, જે એક વર્ષ અગાઉ ૨૨.૨ અબજ ડૉલર હતી. હાલની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ જીડીપીના ૨.૨ ટકા હતી, જે એક વર્ષ અગાઉ જીડીપીના ૨.૭ ટકા હતી. એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ વધીને ૬૭ અબજ ડૉલરે પહોંચી હતી જે ગયા વર્ષે ૨૫.૩ અબજ ડૉલર હતી.
ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સરકારી રિપોર્ટ અનુસાર ઘટ્યો હતો. હવે પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ માર્ચમાં ઘટીને ૫૦ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં આઠ મહિનાની ઊંચાઈએ ૫૧.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૭ પૉઇન્ટથી પણ ઘણો નીચો રહ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં આઉટપુટ અને નવા ઑર્ડર બન્નેનો ગ્રોથ ઘટ્યો હતો. ઇન્પુટ કૉસ્ટ સ્ટેડી રહી હોવાથી ગ્રોથને કોઈ સપોર્ટ મળ્યો નહોતો.
જપાનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ માર્ચમાં વધીને ૪૯.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૪૭.૭ પૉઇન્ટ હતો, પણ વાર્ષિક ધોરણે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો અને સતત પાંચમા મહિને મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વાર્ષિક ધોરણે ઘટ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં જૉબ ક્રીએશન ૨૩ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં આઉટપુટ કૉસ્ટ સતત બીજે મહિને વધી હતી.
ચાલુ સપ્તાહે અનેક ઇકૉનૉમિક ડેટા માર્કેટ માટે નિર્ણાયક સાબિત થશે. અમેરિકાના નૉન-ફાર્મ પે-રોલ ડેટા ફેડની ઇન્ટરેસ્ટ રેટ વધારાની દિશા નક્કી કરશે. આ ઉપરાંત જૉબ ઓપનિંગ ડેટા અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ડેટા અમેરિકન ઇકૉનૉમીની સ્થિતિ સ્પષ્ટ કરશે. આ ઉપરાંત ભારત, ન્યુ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, પોલૅન્ડ અને ઇઝરાયલની સેન્ટ્રલ બૅન્કની પૉલિસી મીટિંગ ચાલુ સપ્તાહે યોજાશે, જેમાં ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડની સેન્ટ્રલ બૅન્ક દ્વારા મોટે ભાગે ઇન્ટરેસ્ટ રેટ સ્ટેડી રાખવાનો નિર્ણય આવશે, જે વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની પૉલિસીને વધુ સ્પષ્ટ કરશે. ભાવ
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૯,૭૧૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૯,૪૭૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૧,૭૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)