ડૉલર ઇન્ડેક્સ વધતાં સોનામાં ખરીદીનું આકર્ષણ તળિયે પહોંચ્યું, મુંબઈમાં સોનામાં ૭૩૭ રૂપિયા અને ચાંદીમાં ૧૬૦૭ રૂપિયાનો ઘટાડો
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાના સ્ટ્રૉન્ગ જૉબ-ડેટાથી વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ શુક્રવારે સાડાત્રણ વર્ષનો સૌથી મોટો એકદિવસીય ઘટાડો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૨૨૮૭.૩૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૩૭ રૂપિયા અને ચાંદીનો ભાવ ૧૬૦૭ રૂપિયા ઘટ્યો હતો.