Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકામાં ફરી રેટકટની શક્યતા ઘટતાં સોનું ઘટીને બે સપ્તાહના તળિયે

અમેરિકામાં ફરી રેટકટની શક્યતા ઘટતાં સોનું ઘટીને બે સપ્તાહના તળિયે

27 June, 2024 08:15 AM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

જિયોપૉલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું હોવાથી સોનું-ચાંદી ગમે ત્યારે ઊછળવાની શક્યતા મુંબઈમાં ચાંદીનો ભાવ સતત ત્રીજે દિવસે ઘટ્યો : ત્રણ દિવસમાં ચાંદી ૩૭૨૨ રૂપિયા ઘટી

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર


અમેરિકન ફેડના ગવર્નરોએ રેટકટ વિશે નેગેટિવ કમેન્ટ કરતાં સોનું ઘટીને બે સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૭૨ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૫૭૧ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં ચાંદી સતત ત્રીજે દિવસે ઘટી હતી અને છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીનો ભાવ ૩૭૨૨ રૂપિયા ઘટ્યો હતો. ચાંદીનો ભાવ ૨૯મી મેએ ઑલટાઇમ હાઈ સપાટીએ ૯૪,૧૧૮ રૂપિયો થયો હતો ત્યાર બાદ વધ-ઘટે ચાંદી સતત નીચે જઈ રહી છે. ઑલટાઇમ હાઈ સપાટીથી ચાંદીનો ભાવ ૭૧૭૪ રૂપિયા ઘટ્યો છે.


ઇકૉનૉમિક ઇન્ડિકેટર



અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ૦.૧૪ ટકા વધીને ૧૦૫.૭૫ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડના ગવર્નર લિસા કૂકે રેટકટમાં કોઈ ઉતાવળ કરવામાં નહીં આવે એવી કમેન્ટ કરતાં ડૉલર વધુ મજબૂત બન્યો હતો. ઉપરાંત અન્ય ગવર્નર માઇકલ બોમેને જો ઇન્ફ્લેશન નહીં ઘટે તો ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની પણ તૈયારી બતાવી હતી. ડૉલરની મજબૂતીને કારણે ચાઇનીઝ યુઆન ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૭.૨૯ ડૉલર થયો હતો. ચીનની સેન્ટ્રલ બૅન્કે યુઆન રેટ પણ નીચો સેટ કર્યો હતો.


ચીનની ઇકૉનૉમિક ક​ન્ડિશન વિશે બ્લૂમબર્ગ દ્વારા ઇકૉનૉમિસ્ટોના કરાયેલા સર્વેમાં પૉઝિટિવ બાબતો સામે આવી હતી. ઇકૉનૉમિસ્ટોના સર્વેમાં ચીનની એક્સપોર્ટ મે મહિનામાં ૪.૩ ટકા વધવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો તેમ જ ઇકૉનૉમિક ગ્રોથ ચાલુ વર્ષે પાંચ ટકા રહેવાનું અનુમાન મુકાયું હતું જે અગાઉના સર્વેમાં ૪.૯ ટકા હતું. ઇકૉનૉમિસ્ટોએ એક્સપોર્ટ ઉપરાંત રીટેલ સેલ્સનો ગ્રોથ પણ બુલિશ રહેવાની આગાહી કરી હતી.

અમેરિકાનાં ટૉપ લેવલનાં ૨૦ શહેરોમાં રહેણાક મકાનોના ભાવ એપ્રિલમાં ૭.૨ ટકા વધ્યા હતા જે અગાઉના મહિને ૭.૫ ટકા વધ્યા હતા અને માર્કેટની ધારણા ૬.૯ ટકા વધવાની હતી.


શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકામાં ૨૦૨૪માં હવે રેટકટ નહીં આવે એવી ચર્ચા નવેસરથી ચાલુ થઈ છે. અત્યાર સુધી ૨૦૨૪માં ઓછામાં ઓછો એક વખત રેટકટ આવશે એવી ધારણાને પગલે સોનામાં તેજી જોવા મળી હતી. ફેડનાં ગવર્નર લિસા કૂક અને માઇકલ બોમેને રેટકટ જોખમી હોવાનું અને જરૂર પડે તો ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની તૈયારી બતાવી હતી. બન્ને ગવર્નરની કમેન્ટનો ટોન સાવ અલગ જોવા મળ્યો હતો અને એની સીધી અસરે ડૉલર વધુ મજબૂત બન્યો હતો. અમેરિકાનો રેટકટ ૨૦૨૪માં ન આવે તો સોનાની તેજી આગળ વધી શકવી મુશ્કેલ છે. આવા સંજોગોમાં જો જિયોપૉલિટિકલ ટેન્શનનો વધારો થાય તો જ સોનામાં તેજી આગળ વધી શકે છે. જિયોપૉલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું હોવાથી આગામી દિવસોમાં સોનાની તેજીને એકમાત્ર સહારો જિયોપૉલિટિલ ટેન્શનનો રહેશે. ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુએ બે દિવસ અગાઉ યુદ્ધ-સમાપ્તિનો ઇનકાર કરીને હમાસનો ખાતમો બોલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. નવા સમાચાર અનુસાર ઇઝરાયલની મિલિટરીએ લેબૅનનમાં રહેલા હિઝબુલ્હાના આતંકવાદી અડ્ડાઓ પર જોરદાર અટૅક કર્યો હતો. આમ ઇઝરાયલ હવે તમામ ઇસ્લામિક આતંકવાદી સંગઠનોનો ખાતમો કરવા માટે મરણિયું બન્યું છે. બીજી તરફ યુક્રેન દ્વારા રશિયાની ઑઇલ રિફાઇનરીને ટાર્ગેટ કરીને નિયમિત અટૅક કરવાનું ચાલુ થયું છે. આમ સોનાની તેજીને મૉનિટરી સપોર્ટ મળી શકે એમ નથી, પણ જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ આગામી દિવસોમાં વધુ મળશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૧,૨૬૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૦,૯૮૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૬,૯૪૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2024 08:15 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK