અમેરિકાનું ઇન્ફ્લેશન વધવાના અંદાજથી સોનામાં ઘટાડો અટકીને ઉછાળાની ધારણા: રૂપિયો એકધારો ગગડી રહ્યો હોવાથી મુંબઈમાં સતત ચોથે દિવસે સોનું વધ્યું : ચાર દિવસમાં સોનામાં ૧૧૮૨ રૂપિયાનો ઉછાળો
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના જૉબ-ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ડૉલર ઇન્ડેક્સ નવી ૨૭ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી ઘટાડો નોંધાયો હતો. જોકે અમેરિકાનું બુધવારે જાહેર થનારું ઇન્ફ્લેશન વધીને આવવાની ધારણા હોવાથી સોના-ચાંદીમાં ઘટાડો અટકીને ફરી ઉછાળો આવવાની ધારણા છે.